હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ.
પ્રાચી તીર્થના કોળી સમાજ ભવન ખાતે ગત તા.18/2/ ના રોજ યોજાયેલ શ્રી નેત્ર નિદાન કેમ્પમાં મોતિયાના ઓપરેશન માટે ગયેલ દર્દી શ્રી માનુબેન વીરાભાઇ સેવરા ગામ સેમળિયા ના વતની જેવો મોતિયાના ઓપરેશન માટે શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે ગયેલ હતા ઓપરેશન કરીને પરત ફરતા પોતાનો સોનાનો ઢેસકો(વેઢલો) જેમની કિંમત 25 થી 30 હજાર રૂપિયા થાય જે ભૂલથી બસમાં પડી ગયેલ હતો અને દર્દી પોતાના ઘરે પહોંચી ગયેલ ઘરે પહોંચ્યા બાદ ખબર પડી કે મારો સોનાનો ઢેશકો (વેઢલો) ક્યાંય પડી ગયો છે જે બસમાં જ પડી ગયો હોવાનું જાણવા માટે તેમણે નેત્ર નિદાન કેમ્પ પ્રાચીના આયોજક પત્રકાર જાદવભાઈ ઉકાભાઇ ચુડાસમા નો સંપર્ક કરતા તેઓ શ્રી એ બસના ડ્રાઇવર કિરણભાઈ શ્રીમાળી નો સંપર્ક કરતા બસ પેસેન્ટ ને મૂકી પરત વેરાવળ ખાતે પહોંચી ગયેલ હતી જ્યારે કિરણભાઈ એ બસ રોકી અને બસમાં તપાસ કરતા સીટ ઉપર જ સોનાનો ઢેસકો (વેઢલો) મળતા તેમણે જાદવભાઈ ને જાણ કરી અને દર્દીના સગાને વેરાવળ ખાતેથી આ સોના નો ઢેસકો દર્દીના સગાને પરત કરી શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડ્રાઇવર એ પોતાની ઈમાનદારીનું આ કળયુગમાં ઈમાનદારીનું ઉમદા ઉદાહરણ આપેલ હતું આજના કાળમાં કોઈ પાંચ રૂપિયા પણ મૂકતું નથી ત્યારે કિરણભાઈ શ્રીમાળી ડ્રાઈવરે આવડી કિંમતને સોનાનો દાગીનો પરત આપેલ તે માટે અભિનંદનીય ગણાય છે..


