Gujarat

કવાંટ તાલુકાના નાની ટોકરી ગામે પાણીની તકલીફ નિવારવા બોર કરવામાં આવ્યો            

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલ નાની ટોકરી ગામે ગ્રામજનોને પડતી પીવાના પાણીની સમસ્યાના નિવારણ અર્થે વાસ્મો દ્વારા બોર કરવામાં આવ્યો હતો.
         ઉનાળાની શરૂઆતની સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં પડતી પાણીની તકલીફ નિવારવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંવેદનાસભર કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને પાણી પુરવઠા  દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી મળે એ માટે સતત ચિંતા કરવામાં આવી રહી છે.
          કવાંટ તાલુકાના નાની ટોકરી ગામે ગ્રામજનોને પીવાનું પાણી મળી રહે એ માટે વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ દ્વારા બોર કરવામાં આવ્યો છે. આ બોર મારફત નલ સે જલ યોજના અંતર્ગત આપવામાં આવેલ નળ કનેક્શન સાથે જોડાણ કરી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવશે.
         આ અંગે વાસમોનાં યુનિટ મેનેજર  સાથે ટેલિફોનીક વાત કરતા જણાવ્યું હતું કે, કવાંટ તાલુકાના નાની ટોકરી ગામે ગ્રામજનોને પીવાનું પાણી મળી રહે એ માટે બોર કરવામાં આવ્યો છે. બોરમાં મોટર મુકીને નલ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવેલી પાઇપલાઇનમાં સીધું જોડાણ આપી પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવશે. જેથી ગ્રામજનોને પીવાનું પૂરતું પાણી મળી રહેશે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230320-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *