કવાંટ તાલુકાના ધનીવાડા ગામમાં મોટાભાઈએ નાનાભાઈને ઘર જમાઈ લાવવા બાબતે ટોકતા નાનાભાઈએ કુહાડીનો ઘા મારી મોટાભાઈને મોતને ઘાટ ઉતારી દીધા છે.કવાંટ તાલુકાના ધનીવાડા ગામના સામીધેડ ફળિયામાં રહેતા હરિયાભાઈ ગુરૂજીભાઈ રાઠવા તેમના પરિવાર સાથે રહેતા હતા. બે વર્ષ પહેલા તેમના નાનાભાઈ કિશનભાઇની દીકરી અસિબેનને ઘરજમાઈ તરીકે રાખવા માટેનું જણાવી ડુંગરગામના અનીલભાઈના છોકરાને ઘરજમાઈ રાખવાનું જણાવતા હરિયાભાઈએ જણાવેલ કે કોઇ સારૂ માંગુ હોય અને માણસ સારા હોય તો ઘ૨ જમાઇ રાખો અને તમારી દીકરીને ઘર જમાઇ તરીકે ના રાખવી હોય તો અમે તમોને પાલવી (સાચવી) લઈશુ તેમ જણાવ્યું હતું. તે પછી નાનાભાઈ કિશભાઈએ તેમની દીકરીને ઘર જમાઇ રાખવાની વાત પડતી મુકી હતી. તે પછી કિશનભાઇ મોટાભાઈ હરિયાભાઇ સાથે બોલવાનુ બંધ કરી દીધું હતું અને હરિયાભાઈના પરિવાર સાથે પણ બોલવા ચાલવાનો વહેવાર બંધ કરી અણબનાવ જેવો વહેવાર રાખતા હતા. તેમજ ગામમાં કે સીમમાં મળતા ત્યારે તેઓની સામે કતરાતી નજરે જોઇ મનમાં ખૂંચ (દગો) રાખી ફરતો હતો.બે દિવસ પહેલા હરિયાભાઈનો દિકરો ગામના સામીધેળ ફળીયામાં તેમની સાસરીના કાકા સસરાની દીકરીના લગ્નમાં પત્ની તથા બાળકો સાથે સાંજના પાંચેક વાગ્યાના સમયે ગયેલ અને ઘરે હરીયાભાઈ તથા તેમની પત્ની ઘર સાચવવા રોકાયેલ હતા. ત્યારબાદ રાત્રીના આશરે ત્રણ વાગ્યાના અરસામાં અચાનક હરિયાભાઇએ મોટેથી બુમ પાડતા તેમની પત્ની જાગી જતા કિશનભાઇ તેના હાથમાં કુહાડી લઈ તેના ઘ૨ ત૨ફ નાસતો હતો. જેથી તેને બુમ પાડી કિશન ઉભો રહેવા કહેતા ઘરે કેમ આવેલ હતો તેમ કહેતા તે ઉભો ન હતો અને તેના ઘર તરફ નાસી ગયો હતો.ત્યાર પછી હરિયાભાઈની પત્નીએ હરીયાભાઈને કાનની ઉપરના ભાગેથી લોહી નીકળતા અને બેભાન હાલતમાં જોયા હતા.જેથી હરિયાભાઇની પત્ની રડવા લાગતાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. અને હરિયાભાઈના શ્વાસ બંધ જણાતા તેઓને કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તેઓને મૃત જાહેર કરાયા હતા. આ અંગે હરિયાભાઇના દિકરા રાકેશભાઈએ કવાંટ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. કવાંટ પોલીસે કિશનભાઇ સામે પોતાના મોટાભાઈ હરીયાભાઈની કુહાડીનો ઘા મારી હત્યા કરવાના અંગેનો ગુનો દાખલ કરી કિશનભાઇ પકડવાની તજવીજ હાથ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
