Gujarat

કાકાના અકસ્માતના સમાચાર સાંભળી ભત્રીજો દોડી જતા ભત્રીજા નુ થયુ મોત:

રાણપુર તાલુકાના બરાનીયા ગામ પાસે હાઈવે ઉપર કાળમુખા ખાડાએ યુવાનનો ભોગ લીધો…
રાણપુર-ધંધુકા હાઈવે રોડ ઉપર ખોદેલા ખાડામાં રાત્રે એકજ પરીવારજનોના બે બાઈક પડતા 1 નું મોત,2 ઈજાગ્રસ્ત,કેરીયા ગામના યુવકનું ઘટના સ્થળે મોત,7 માસના પુત્ર એ અને 2 પુત્રીએ નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી…
પાળીયાદ થી ધંધુકા સુધી થોડા વર્ષ પહેલા જ નવો હાઈવે રોડ બનાવવામાં આવેલ છે જે દિવસે ને દિવસે ગોઝારો બનતો જાયે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામના પાટીયા પાસે રાણપુર-ધંધુકા હાઇવે ઉપર ખોદેલા ખાડામાં ગત મોડી રાત્રીના સમયે કેરીયા ગામના એકજ પરીવારના બે બાઈક ચાલક નો અકસ્માત થતા 1 યુવક નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા જ્યારે અ બનાવને લઈને રાણપુર પંથકમાં શોક નું મોજુ ફળી વળ્યુ છે.
સમગ્ર ધટના અંગે મળતી માહીતી અનુસાર રાણપુર-ધંધુકા હાઇવે ઉપર બરાનીયા ગામના પાટીયા પાસે રોડ ઉપર મસમોટો ખાડો ખોદવામાં આવેલ  હતો.આ ખાડા ની આસપાસ કોઈ ડાયવર્ઝન કે ચેતવણી આપતુ બોર્ડ લગાડવા નોતુ આવ્યુ જેના કારણે  ગઈ રાતના સમયે રાણપુર ના કેરીયા ગામના વિક્રમભાઈ ગાબુ ધંધુકા થી કેરીયા જતા હતા ત્યારે બરાનીયા ગામના પાટીયા પાસે હાઈવે રોડ ઉપર ખોદેલા મસમોટા ખાડામાં કેરીયા ગામના વિક્રમભાઈ ગાબુ નું બાઈક આ ખાડા માં પડતા તેઓને ઈજા થતા વિક્રમભાઈ ગાબુ ને સારવાર માટે ધંધુકા આર.એમ.એસ.હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યારે વિક્રમભાઈ ના અકસ્માત ના સમાચાર તેઓના પરીવારજનોને મળતા વિક્રમભાઈ નો ભત્રીજો રમેશભાઈ મનસુખભાઈ ગાબુ પોતાનુ બાઈક લઈને કેરીયા થી ધંધુકા દવાખાને જવા નિકળેલ તે દરમ્યાન બરાનીયા ગામના પાટીયા પાસે હાઈવે ઉપર જે કાળમુખો મસમોટો ખાડો હતો એ જ ખાડા માં ભત્રીજો રમેશભાઈ મનસુખભાઈ ગાબુ અને સંજયભાઈ ભુદરભાઈ ગાબુ નું બાઈક ખાડા પડતા રમેશભાઈ મનસુખભાઈ ગાબુ ઉંમર-30 નું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.જ્યારે સંજયભાઈ ગાબુ ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવેલ.બરાનીયા ગામના પાટીયા પાસે કાળમુખા ખાડા માં એકજ પરીવારના બે બાઈક પડતા 1 નુ મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે.આ અકસ્માતમાં કેરીયા ગામના 30 વર્ષના રમેશભાઈ મનસુખભાઈ ગાબુ નુ મૃત્યુ થતા 1 પુત્ર અને 2 પુત્રી એ બાળપણમાં પિતા ની છત્રછાયા ગુમાવી છે.7 માસ નો પુત્ર જયપાલ,3 વર્ષની પુત્રી સંધ્યા અને 5 વર્ષની પુત્રી બંસી એ બાળપણમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.નાનુ એવુ કેરીયા ગામ શોકગ્રસ્ત બની ગયેલ છે.જ્યારે આ ઘટનાને લઈ રાણપુર પંથકમાં શોક નું મોજુ ફળીવળ્યુ છે.
તંત્ર ની બેદરકારી ગણો કે હાઈવે રોડ પર ખાડો ખોદનાર પથ કંટ્રક્શન ની લાપરવાહી પણ સરવાળે તો એક હસતો-રમતો પરીવાર વિખાઈ જતા લોકોમાં આક્રોશ ફેલાયો છે અને જેને પણ ખાડો ખોદેલ છે એની સામે કડક કાર્યવાહી કરી ભોગ બનનાર પરીવારજનો અને પિતાની છત્રછાયા ગુમાવનાર 1 દિકરો અને 2 દીકરી ને ન્યાય મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે…..
__________________________________
*બોક્સ બનાવવુ👇👇👇👇*
અકસ્માત સમયે મંત્રી કુંવળજીભાઈ બાવળીયા ત્યાથી પસાર થતા ગાડી ઉભી રાખી મદદ માટે દોડી આવ્યા…
રાણપુર-ધંધુકા હાઈવે ઉપર બરાનીયા ગામ પાસે રોડ ઉપર ખાડા માં બાઈક પડતા અકસ્માત થતા તે સમયે ત્યાથી રાજ્યના કેબિનેટ મંત્રી કુંવળજીભાઈ બાવળીયા પસાર થતા તેઓએ પોતાની ગાડી ઉભી રાખી અકસ્માત નો ભોગ બનેલ લોકોને તાત્કાલિક મદદ માટે લાગતા વળગતા અધિકારીઓને જરૂરી સુચના આપી હતી…
________________________________
*બોક્સ બનાવવુ👇👇👇👇👇*
ખાળમુખા ખાડામાં તંત્ર એ તાત્કાલિક રાતોરાત માટી નાખી ગુરી દીધો….
બરાનીયા ગામ પાસે હાઈવે ઉપર રોડ ઉપર ખોદેલા ખાડા ની આસપાસ કોઈ ડાયવર્ઝન નહી કે કોઈ ચેતવણી આપતુ બોર્ડ નહી મારતા આ આકસ્માત સર્જાતા તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને રાતોરાત તાત્કાલિક કાળમુખા ખાડા માં માટી નાખી પુરી દેવામાં આવ્યો…..
________________________________
*બોક્સ બનાવવુ👇👇👇👇👇*
પોલીસે પથ કંટ્રક્શન વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી…
પથ કંટ્રક્શન દ્રારા પાઈપલાઈન નાખવાની કામગીરીને લઈને રોડ ઉપર ખાડો ખોદેલો અને સિમેન્ટના ભુંગળા હતા પરંતુ રોડ ઉપર કોઈ સાઈન બોર્ડ નહી લગાવતા રાણપુર પોલીસ મથકમાં પથ કંટ્રક્શન વિરૂધ્ધ કલમ 304,337,338 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
________________________________
*બોક્સ બનાવવુ👇👇👇👇👇*
અકસ્માતની જાણ થતા અમે ઘટના સ્થળે દોડી ગયા-કે.કે.વાળા,મામલતદાર-રાણપુર
આ અંગે રાણપુર તાલુકા મામલતદાર કે.કે.વાળા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે અકસ્માત ની ઘટનાની જાણ થતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા અને ઈજાગ્રસ્ત ને હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને મૃતક ને પી.એમ.માટે રાણપુર સરકારી હોસ્પિટલ મોકલી આપેલ અને ત્યારબાદ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અકસ્માતની ઘટના બાબતે રાજ્ય માર્ગ યોજના વિભાગ નો રીપોર્ટ મંગાવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Picsart_23-05-04_17-29-02-525.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *