Gujarat

કાજલ હિન્દુસ્તાનીના શરતોને આધીન જામીન મંજૂર કરતી સેસન્સ કોર્ટ

ઉના
ઉનામાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ આપવાના કેસમાં ચાર દિવસથી જેલમાં બંધ સામાજિક કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાનીને સેશન્સ કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે.
કાજલ હિંદુસ્તાનીને આ જામીન શરતોને આધીન આપવામાં આવ્યા છે. રામનવમીના દિવસે કાજલની હેટ સ્પીચના કારણે મામલો બિચક્યો હતો અને ફરિયાદ થઈ હતી. જેમાં ૪ પહેલાં નીચલી કોર્ટે કાજલ હિંદુસ્તાનીના જામીન ફગાવી દેતાં જેલમાં જવું પડ્યું હતું. જાે કે હવે સેશન્સ કોર્ટે કાજલ હિંદુસ્તાનીને શરતો સાથે જામીન આપ્યા છે. મળતી માહિતી અનુસાર કાજલ હિન્દુસ્તાની ૫ દિવસ બાદ જેલની બહાર આવી ગયા છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *