Gujarat

કામરેજનાં ઊંભેળ ગામની દાધીયા ફળિયા પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક મિલનકુમારની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી                

સુરતનાં કામરેજ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઊંભેળ ગામની દાધીયા ફળિયા પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક મિલનકુમાર મોહનભાઈ પટેલની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી થતાં જિલ્લાનાં શિક્ષણ આલમમાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે.
               આગામી તારીખ 18 જાન્યુઆરીનાં રોજ ચિત્રકૂટ ધામ (તલગાજરડા કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા તા.મહુવા જી.ભાવનગર) ખાતે યોજાનાર ચિત્રકૂટ એવોર્ડ એનાયતવિધિ કાર્યક્રમમાં પૂજ્ય મોરારીબાપુનાં વરદ હસ્તે મિલનકુમારને પારિતોષિક એનાયત કરવામાં આવશે.
               મિલનકુમારની આ ઉપલબ્ધિ બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, મહામંત્રી સિરાજભાઈ મુલતાની તેમજ કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં તમામ હોદ્દેદારો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

IMG-20230107-WA0201.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *