Gujarat

કિરણ પટેલ ઉર્ફે બંસીની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

ટોપમાં નાની લાઇનમાં લેવું

પોતાને પીએમઓ અધિકારી ગણાવી લોકો સાથે ઠગાઈ કરી બંસી વગાડતા

હેડિંગ મોટું
કિરણ પટેલ ઉર્ફે બંસીની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

અમદાવાદ: પોતાને પીએમઓ નો અધિકારી બતાવી અનેક લોકોને ચુનો ચોપડનાર મહાઠગ કિરણ પટેલની બંગલાની છેતરપિંડીના કેસમાં કઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરમાં ઝેડ સિક્યુરિટી લઇ પોતાને પીએમઓના અધિકારી બતાવી જલસા કરનાર મહાઠગ કિરણ પટેલ ની જેકે પોલીસે ઝડપી લેતા તે કિરણ પટેલ ગુજરાતનો હોવાનું જણાતા એક મોટી હલચલ સર્જાઈ હતી. રાજ્યમાં પણ અનેક લોકો ઠગાઈ કરી કિરણ પટેલ ઉર્ફે બંસી એ ઘણી ઠગાઈની બંસી વગાડવાનું સામે આવ્યું હતું જેમાં અમદાવાદના વેપારી જગદીશ ચાવડા અને તેમના પત્ની દ્વારા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.માં બંગલાની છેતરપિંડી મામલે ફરિયાદ દાખલ થતા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સફર વોરંટ ના આધારે શ્રીનગર સેન્ટ્રલ જેલથી 36 કલાકની મુસાફરી બાદ બપોરે 1.15 આસપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ આવી હતી અને મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તેને અટકમાં લેવાયો હતો.

બંગલની છેતરપિંડી કઈ રીતે કરવામાં આવી તે વિગત જોઈએ તો કિરણ પટેલે ફરિયાદી અને તેમના પત્ની સાથે ટી-પોસ્ટ કેફે માં મુલાકાત કરી હતી. બંગ્લાનું રિનોવેશન કરાવવાથી બંગ્લાની ઉંચી કિંમત મેળવી શકીશુ અને પોતે ડિઝાઇનીંગનુ કામ જાણે છે તેમજ રિનોવેશન નો શોખ છે તેમ જણાવ્યું હતું. બાદ ફરિયાદીનો વિશ્વાસ કેળવી પોતે બીજા બે ત્રણ કામ કરેલ છે જેનુ પેમેન્ટ આવશે તો પોતે પણ આ બંગ્લો ખરીદી લઇશ તેમ જણાવ્યું હતું ત્યારબાદ રિનોવેશન નુ કામ શરુ કરેલ અને ફરિયાદીશ્રી બહારગામ જતા તેમના બંગ્લામા વાસ્તુ કાર્યક્રમ નુ આયોજન કરી લીધેલ ન્યુઝ પેપર મા ટાઇટલ કલીયર અંગેની જાહેરખબર તથા રિનોવેશન ના બિલો તથા ટાઇટલ ક્લીયર અને વિવીધ ફોટા અને વિડીયો આઘારે નામદાર દિવાની કોર્ટમાં સિવીલ સ્યુટ દાખલ કરાવી છેતરપીંડી કરી છે.

કિરણ પટેલના અભ્યાસ વિશે વાત કરીએ તો તેણે આંબાવાડી પોલીટેકનીક ખાતે ડિપ્લોમાં ઇન કૉમ્પ્યુટર એન્જીનીયરીંગ નો અભ્યાસ કરેલ છે. ત્યાર બાદ એલ.ડી એન્જીનયરીંગ માં ડીપ્લોમા ટુ ડીગ્રી એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલ હોવાનું જણાવે છે. ઉપરાંત ૨૦૨૧-૨૨ માં તમિલનાડુ, આઇ.આઇ.એમ.ત્રિચિ ખાતે એક્ઝીક્યુટીવ એમ.બી.એ નો એક વર્ષનો કોર્ષ કરેલ હોવાનુ જણાવે છે, ૨૦૦૧ માં પ્રહલાદ નગર, સંજય ટાવર માં આવેલ બ્રાન્ડ એક એસોસિયેટ નામની સોફ્ટવેર કંપનીમાં પ્રોગામર તરીકે કામ કરતો હતો જેમા રાજકીય પાર્ટીઓ ની વેબસાઇટો તથા જાહેરાતો ડેવલોપીંગ કામ થતું હતુ. જેના માધ્યમથી રાજકીય હોદ્દેદારો ની માહિતી મેળવેલ તથા તેઓના કામો અને પ્રોજેકટોની જાણકારી રાખતો હતો.. 4 જાહેરખબરો અને પ્રચાર માધ્યમથી ગર્વમેન્ટના વિવિધ કાર્યક્રમો હાજર રહી લેખકો તથા કલાકારો તથા આમંત્રિત મહેમાનોને પોતાની રાજકીય હોદ્દેદાર તરીકેની ઓળખ આપતો હતો અને અગાઉ સને-૨૦૧૯ માં દિલ્હી ખાતે ચલો ઇન્ડીયા નો લોંચીંગ કાર્યક્રમ મેનેજ કરતો. ૨૦૨૨ માં ગર્વમેન્ટ ના જી-૨૦ ના લાભો મેળવવા ના બહાને હોટલ હયાત માં ઇવેન્ટ નુ પોતાના દ્વારા આયોજન કરવામાં આવેલ હતુ.

કિરણ પટેલનો ગુનાહિત ઇતિહાસ પણ કંઈક એવો જ છે. જેમાં કાશ્મીર શ્રીનગર નિસાત ખાતે, નરોડા પોલીસ સ્ટેશન, વડોદરા રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે તેમજ બાયડ પો. સ્ટે ખાતે
વિવિધ પ્રકારની છેતરપિંડી તેમજ અન્ય મામલે ગુના અગાઉ નોંધાયેલ છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલ રિમાન્ડમાં વધુ ઘસ્ફોટક માહિતી સામે આવવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. કિરણ ઉર્ફે બંસીએ પીએમઓ નો અધિકારી બતાવી દેશ અને દેશના ઘણા લોકોની સાથે કેવી બંસી વગાડી છે તે તો સાચી તપાસના અંતે બહાર આવી શકશે. આ બાબતે ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશ્નર, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મીડિયા મિત્રોને વધુ જાણકારી આપવામાં આવી હતી.

રિપોર્ટ સંજીવ રાજપૂત

IMG-20230409-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *