Gujarat

કુનડ ગામે શ્રી મદ ભાગવત કથા માં ઓમ સાઈ ડેન્ટલ કેર હોસ્પિટલ અને જોડિયા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

કુનડ ગામે શ્રી મદ ભાગવત કથા માં ઓમ સાઈ ડેન્ટલ કેર હોસ્પિટલ અને જોડિયા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હનુમાનજી મંદિર ના મહંત શ્રી ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને ફ્રી નિદાન કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ઓમ સાઈ ડેન્ટલ કેર ના ડો.ઓઝા અને મી.ડો.ઓઝા બને દ્વારા દાંત ના રોગોમાં 125 જેટલા દર્દીઓને ફ્રી ચેકપ કરવામાં આવેલ હતા. અને વધારે જરૂરત વાળા દર્દીઓને વધુ સારવાર અર્થે પોતાની હોસ્પિટલમાં આવવા ની જાણકારી આપી હતી. અને દવાઓ પણ સ્થળ ઉપર ફ્રી આપવામાં આવી હતી. તેવીજ રીતે જોડિયા આયુર્વેદ હોસ્પિટલના ડોક્ટર દ્વારા ફ્રી ચેકપ કેમ્પમાં પણ સારો ઘસારો જોવા મળ્યો હતો……………………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………………

IMG-20230510-WA0303.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *