રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી
રાઘવજીભાઈ પટેલ આવતીકાલ તા. 09 જૂનથી જામનગર જિલ્લાના પ્રવાસે છે. મંત્રીશ્રી આવતીકાલે બપોરે 12:00 થી
સાંજના 05:00 કલાક દરમિયાન સર્કિટ હાઉસમાં જનસંપર્ક કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોને સાંભળશે. મંત્રીશ્રી સાંજે 05:15
કલાકે ખીમલીયા ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું સ્થળ પર નિરીક્ષણ કરશે. ત્યારબાદ સાંજે 06:15 કલાકે મોરકંડા ગામમાં
પાણીના સંપના ખાતમુહર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. મંત્રીશ્રી સાંજે 07:15 કલાક દરમિયાન ઠેબા ગામમાં ચાલી રહેલા વિકાસ
કાર્યોનું સ્થળ પર નિરીક્ષણ કરશે.
મંત્રીશ્રી આગામી તા. 10 જૂનના રોજ, બપોરે 03:00 કલાકે શેખપાટ ગામમાં વિકાસ તીર્થ કાર્યક્રમ અંતર્ગત વિકાસ કાર્યોનું
નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેઓ બપોરે 03:30 કલાકે ખીમરાણા ગામમાં થઇ રહેલ નવનિર્મિત બ્રીજનું સ્થળ નિરીક્ષણ કરશે.
મંત્રીશ્રી સાંજે 04:15 કલાકે મોખાણા ગામે બ્રિજના વિકાસ કાર્યનું નિરીક્ષણ કરશે.
