Gujarat

કેન્દ્ર અને રાજ્ય સરકારની કિન્નાખોરી અને તાનાશાહી નીતિના વિરોધમાં  વંથલી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા જય ભારત સત્યાગ્રહ સંમેલન યોજાયો

ડરો મત નાં નારા સાથે નીડરતા પુર્વક લડત લડવા અગ્રણીઓ એ કર્યું આહવાન
વંથલી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આયોજિત જય ભારત સત્યાગ્રહ સંમેલન વંથલીના સખત ભવન ખાતે રાખવામાં આવેલ હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની કિન્નાખોરી અને તાનાશાહી નીતિના વિરોધમાં અને લોકપ્રિય નેતા રાહુલ ગાંધીને કિન્નાખોરી પૂર્વક લોકસભા નું સભ્યપદ રદ કરવામાં આવતા તેના વિરોધ માં આજરોજ જય ભારત સત્યાગ્રહ સંમેલન રાખવામાં આવેલ જેમાં વંથલી માણાવદર વિધાનસભા મતવિસ્તારના લડાયક ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા,પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી શહેનાઝબેન બાબી, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા,તાલુકા પ્રમુખ મનસુખ પાડલીયા વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ સોહરર્વદી, મુકેશ ચૌહાણ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્રની રીતિ નીતિ નો સખત વિરોધ કરી લોકશાહીને જીવંત રાખવા ડરો મત ના નારા સાથે લોકોની વચ્ચે રહી અન્યાય સામે અવાજ બુલંદ કરવા કટિબદ્ધ બનવા આહવાન કરવામાં આવેલ હતું. આ તકે વંથલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ હાર્દિક વાણીયા વંથલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *