કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તા. ૨૯ માર્ચ સુધી અનિવાર્ય સંજોગો સિવાય વિધાનસભા
મતવિસ્તારમાં લોકસંપર્ક કરી શકશે નહિ
ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર દ્વારા પંદરમી ગુજરાત વિધાનસભાનું બીજુ સત્ર તા.૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ થી
તા. ૨૯ માર્ચ, ૨૦૨૩ દરમિયાન આયોજિત કરવામાં આવેલ છે. સત્ર દરમિયાન રાજ્યના અંદાજપત્રને લગતી બાબતો,
વિવિધ વિધેયકો, ગૃહમાં પ્રશ્નોત્તરી અને અન્ય સરકારી કામકાજ વિગેરે અગત્યનું કાર્ય હાથ ધરવામાં આવનાર છે.
શ્રી રાઘવજીભાઇ પટેલ, માન. મંત્રીશ્રી, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ [માન.
ધારાસભ્યશ્રી, જામનગર (ગ્રા)] ને ઉક્ત સત્ર દરમિયાન સોંપવામાં આવેલ વિષયો ઉપરાંત અન્ય સરકારી કામકાજ સંભાળવાનું
હોઇ તેઓશ્રી તા. ૨૯ માર્ચ, ૨૦૨૩ સુધી અનિવાર્ય સંજોગો સિવાય વિધાનસભા મતવિસ્તારમાં લોકસંપર્ક કરી શકશે નહિ,
જેની સર્વે સંબંધિતો અને મતવિસ્તારની જાહેર જનતાએ નોંધ લેવી.
