તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદે ગુજરાત રાજ્ય માટે ‘આણંદ રસરાજ (ગુજરાત કેરી 1)! નામની કેરીની નવી જાત વિકસાવી છે. અને તે ખેડૂતો માટે બહાર પાડી છે. તે ઉચ્ચ ઉપજ આપતી અને ગુણવત્તામાં ઘણી સારી છે. કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા તેમજ સંશોધન નિયામક ડૉ. એમ. કે. ઝાલાની પ્રેરણાથી કૃષિ સંશોધન કેન્દ્ર, જબુગામ ખાતે કાર્યરત ડો. એચ.સી. પરમાર, ડો. વિનોદ બી. મોર અને આકૃયુના અન્ય વૈજ્ઞાનિકોના છેલ્લા કેટલાક વર્ષોના સઘન પ્રયાસોથી ગુજરાતમાં લગભગ 22 વર્ષના લાંબા સમય બાદ ખેડૂતો અને ગ્રાહકોની માંગ સંતોષવાની ક્ષમતા ધરાવતી આ નવી જાત વિકસાવાઇ છે. લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન, આ આંબાની નવી જાત ‘આણંદ રસરાજ’ બજારમાં કેસર કરતાં પણ વધુ સારી માંગ સાથે સમકક્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે. આ જાતને કાપીને તથા રસ બનાવીને બંને રીતે આરોગી શકાય છે. દર વર્ષે ફળ બેસે છે અને લગભગ 110 દિવસે પાકી જાય છે. જો કે કેરી રસિકોને આનંદ રસરજનો સ્વાદ ચાખવા રાહ જોવી પડશે. હાલ તમામ પ્રક્રિયા માંથી પાસ થયા બાદ હવે કલમો તૈયાર કરી વધુમાં વધુ છોડ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


