Gujarat

કેશોદમાં લુક્કા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

કેશોદમા રહેતા સ્વ.જયાબેન ગોવિંદજી લુક્કા ઉ.વર્ષ.૯૦(રહે.કેશોદ,ગૌરીકૃપા પેલેસ,બીજો માળ,આંબાવાડી,શેરી નંબર.7)નું આજ રોજ  તા.06.02.2023 ને સોમવાર,મહા વદ એકમના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો આથી આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાનના સંચાલકશ્રીનો સંપર્ક કરતાં લોએજ ગામના રાજેશભાઈ સોલંકી અને ધર્મેશભાઈ ચાંડેરા દ્વારા મૃતકના બંને ચક્ષુ લેવામાં આવ્યા હતા. જે ચક્ષુનો સ્વિકાર શિવમ્ ચક્ષુદાનના કાર્યકર દિવ્યેશભાઈ ઘેરવડા દ્વારા કરવામાં આવ્યો હતો.અને કરશનભાઈ વાજા દ્વારા સ્વર્ગસ્થના બંન્ને ચક્ષુ ડૉ.થાનકી સાહેબની મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને પહોંચાડવામાં આવ્યાં છે.
ચક્ષુદાન લેતી વખતે ભારત વિકાસ પરિષદ અને રઘુવંશી હોસ્પિટલ i.C.U.ના સ્પેશિયાલિસ્ટ ડૉ.સ્નેહલભાઈ તન્ના તથા જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર , મહાવીર સિંહ જાડેજા અને રઘુવંશી સમાજના આગેવાનો અને કુટુંબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લુક્કા પરિવારના ચક્ષુદાનના આ વિચારને સાકાર કરવા દિનેશભાઈ કાનાબાર નાં પ્રયત્નો ને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.જયાબેનને  શ્રધ્ધાંજલી અર્પે છે.
 આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
   લુક્કા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને  શિવમ્ ચક્ષુદાન ભારત વિકાસ પરિષદ કેશોદ, જલારામ મંદિર.કેશોદ,ગૃપ-આરેણા
માંગરોળ જાયન્ટ્સ ગૃપ, વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,
સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના  કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ જયાબેનના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….
નોંધ.કેશોદ મુકામે હવે પછી આગામી સમયમાં ભારત વિકાસ પરિષદ અને બીજી સેવાકીય સંસ્થાઓના સહયોગ અને માધ્યમથી ચક્ષુદાન થાય તેવો ડૉ.તન્ના સાહેબ , દિનેશભાઈ કાનાબાર, મહાવીર સિંહ જાડેજા અને રઘુવંશી સમાજના આગેવાનોએ પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો.આ વિસ્તારમાં ચક્ષુદાન થકી અંધ વ્યક્તિના જીવનમાં ઉજાસ પથરાય તેવા ઉમદા હેતુ માટે આ પ્રવૃતિને વેગ આપવાની આ તકે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ

IMG-20230206-WA0297.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *