Gujarat

કોંગ્રેસના ધારાસભ્ય લાડાણીના મધ્યસ્થ કાર્યાલયનો આજથી શુભારંભ

85 માણાવદર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ લાડાણીના મધ્યસ્થ કોંગ્રેસ કાર્યાલય આજરોજ પોસ્ટ ઓફિસ પાસે આવેલ માધવ આર્કેડમાં નાની બાલિકા રિવાબેન છૈયાના હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લુ મુકાયું હતું.
ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ તાકે જણાવેલું કે તમે મને કામ આપો મને મારા સન્માન કરતા પણ વધારે લોકોના પ્રશ્નો હલ કરી શકું તેવું કામ વહાલું લાગે છે. આ કાર્યાલય લોકો માટે હંમેશા ખુલ્લુ રહેશે લોકો પોતાના પ્રશ્નો મારા સુધી લઈ આવશે તો હું કોઈ પણ ભોગે તેને હલ કરવા તમામ પ્રયાસો કરીશ જ. પછી ભલે મારે અનશન કરવું પડે પણ લોકોના પ્રશ્નો કે જે વર્ષોથી અધરતાલ પડ્યા છે તેને હું અવશ્ય સોલ્વ કરીશ જ. ધારાસભ્ય પછી પહેલા લોકોનો સેવક છું મારા માટે સત્તા ગૌણ બાબત છે.
આ પ્રસંગે માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દિલીપભાઈ જસાણી, માણાવદર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ધર્મેન્દ્ર બોરખતરીયા, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય ઝાટકિયા, તાલુકા ઓબીસી સેલના પ્રમુખ વિરમભાઈ ખોડભાયા, ભરતભાઈ ડાંગર, યોગેશભાઈ પરસાણીયા, સુભાષભાઈ કાબા, નિશારભાઈ ઠેબા, ગીતાબેન એડવોકેટ, મિતલભાઈ કાસુન્દ્રા તથા મોટી સંખ્યામાં શહેરી અને ગામડાના લોકો હાજર રહ્યા હતા
રિપોર્ટર-  જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20230221_152046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *