Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ-(શાપર) મા શ્રી રામાનંદી સાધુ સમાજ દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્યતાથી ઉજવણી કરાય.  

રાજકોટ જિલ્લા ના વેરાવળ-શાપર મા રામાનંદી સાધુ સમાજ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ પર સંકટ મોચન હનુમાનજી ના જન્મોત્સવ મનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ તા.૦૬/૦૪/૨૩ ને ગુરુવાર ને સાંજે હનુમાન જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ પાવન દિવસે દેશભરમાં હનુમાનજી દાદા ના મંદિરો માં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વેરાવળ-ગામ ની ખોડિયાર નગર-શેરી નં-1 મા આવેલ શ્રી રામદૂત સ્કૂલ ખાતે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવેલ હતી.સાથે
હનુમાનજી મહારાજ ની સામુહિક મા મહા આરતી પૂજા અર્ચના તેમજ શ્રી હનુમાન ચાલીશા ના પાઠ,તથા શ્રી રામ સ્તુતિ સહીત મહા પ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રામાનંદી સાધુ સમાજ ના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા. હનુમાનજી મહારાજ નો જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1680866282928.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *