Gujarat

કોડીનાર એટલે રાષ્ટ્રીયતા અને સામાજીક સમરસતાનો સંગમ

કોડીનારમાં સર્વ સમાજ દ્વારા ડૉ. આંબેડકરજીનો ૧૩૨ મો  જન્મ જયંતી મહોત્સવ
ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સમરસતા સમિતિ કોડીનાર દ્વારા આયોજન
 ગીરગઢડા
 ભરત ગંગદેવ
મહામાનવ રાષ્ટ્ર પુરુષ બાબા સાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતી સમગ્ર દેશમાં ઉજવાય રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા અને શહેરમાં સમસ્ત સમાજના સર્વે લોકો યુવા ભાઈઓ બહેનો તેમજ સર્વે સાથે મળી ૧૪ એપ્રીલ ૨૦૨૩ સંવિધાન નિર્માતા બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી મહોત્સવ સમાજના તમામ લોકો દ્વારા ઊજવવામાં આવ્યો હતો. માનનીય ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમ્ન વાજા તેમજ પૂર્વ સાંસદ  દિનુભાઈ સોલંકી સાથે સમગ્ર તાલુકાના રાજકીય, સામાજિક અગ્રણીઓ તથા વેપારી મંડળો ઉપસ્થિત રહ્યાં હતાં. આ મહામાનવના જન્મ દિવસે વૈવિધ્યપૂર્ણ અને સામાજિક ક્રાંતિ સ્વરૂપ પુષ્પાંજલી ભીમ વંદના કાર્યક્રમ  બાબા સાહેબના સ્ટેસ્યુ પાસે સર્વ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યો ત્યાર બાદ સામાજિક સમરસતા રેલી સવારે ૧૦:૦૦ કલાકે  કોડીનાર તાલુકા અને શહેરના દરેક પ્રતિનિધિઓ જોડાશે જેનો રૂટ ડૉ. બાબા સાહેબ આંબેડકર ચોકથી આરંભ કરી ત્રિકામરાય ચોક થી કોળી ચોરા ચોક ફૂલ બજાર થઈને  નાગલદેવી ચોક થી સરકારી દવાખાના ચોક થી શિવાજી ચોકમાં સમાપન કરવામાં આવી. ત્યાથી  સરકારી  હોસ્પિટલ કોડીનાર ખાતે મેગા મેડિકલ કેમ્પમાં કોડીનાર શહેર અને તાલુકાના ઘણા લોકોએ લાભ લીધો હતો.ભીમ વંદના અને જન્મોત્સવ રાત્રિ કાર્યક્રમ જેમાં ખ્યાતનામ ગુજરાતના કલાકારો દ્વારા જાહેર ગીતોની રમઝટ બોલાવશે. મહામાનવન બાબા સાહેબની જયંતી નિમિત્તે બંને કાર્યક્રમમાં કોડીનાર શહેર અને તાલુકાનાં સર્વ સમાજના પ્રજાજનોને ઉપસ્થિત રહી એકતાનો સંદેશો આપ્યો હતો. રાત્રિ ભીમ વંદના કાર્યક્રમમાં *ભીમ રત્ન સમરસ્તા પુરસ્કાર*  સર્વ સમાજના સામાજિક સેવા કરનાર લોકોને એનાયત કરવામાં આવશે…. તેમનું બહુમાન કરવામાં આવશે.  ડૉ. બાબા સાહેબ આંબેડકર સામાજિક સમરસ્તા સમિતિ કોડીનારના પ્રતિનિધિ રાજેશ સોલંકી દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો.

IMG-20230414-WA0590.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *