આજરોજ જિલ્લા ભુસ્તરશાસ્ત્રીશ્રી એન.એ પટેલ નાઓની સુચનાથી છોટાઉદેપુર ખાણ ખનીજ કચેરીના શજેએમ સીસોદીયા,ખુશાલ આમહેડા,એ.બી જાડેજા,જે.જે. પટેલ,ડી.જે પટેલ તથા ડ્રાઇવર અંકુર બોરસે સહિતના સ્ટાફ દ્વારા વહેલી સવારે મધ્ય પ્રદેશની સરહદ નજીક આવેલા મોટી સાઘલી(તા.છોટાઉદેપુર) ગામ પાસે આકસ્મીક તપાસ હાથ ધરતા રેતી ખનીજનુ ગેરકાયદેસર વહન કરતી કુલ ૦૪(ચાર) ટ્રકો ઝડપી પાડવામાં આવેલ,સીઝ કરેલ ટ્રકોમાં (૧)MP-09-HH-8457 ભરેલ રેતી ૪૧ મે.ટન (2)MP-09-HJ-6949 ભરેલ રેતી ૩૬ મે.ટન(3)RJ-09-GU-6229 ભરેલ રેતી ૩૯ મે.ટન (4)RJ- 09-GC-1942 ભરેલ રેતી ૪૧ મે.ટન, સામેલ છે જેને સીઝ કરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલીયા ખાતે રાખવામાં આવેલ છે.બિનઅધિક્રુત વહનમાં સંકળાયેલ આ તમામ વાહનના માલીકો ને કુલ મળી રૂ.૧૨,૮૫,૦૦૦/- ના દંડની નોટીસ ફટકારી વસુલાતની કાર્યવાહી હાય ધરવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


