Gujarat

ખેડા જિલ્લા આરોગ્યશાખા ખાતે પીએનડીટી એડવાઈઝરી કમીટી મીટીંગ યોજાઈ

મકસુદ કારીગર,કઠલાલ
**
દિકરીઓ માટે સતત ચિંતનશીલ રાજય સ૨કા૨શ્રીની સુચના અને માર્ગદર્શન અનુસાર ખેડા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા પીએનડીટી એકટ ની અમલવારીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની અદ્યક્ષતામાં તા.૦૪.૦૫.૨૦૨૨ ના રોજ પીએનડીટી એડવાઈઝરી કમીટીની મીટીંગ  આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત ખાતે યોજાઈ હતી.
આ મીટીંગમાં પીસી પીએનડીટી એકટ અંતર્ગત રજીસ્ટર્ડ હોસ્પિટલોના નવીન રજીસ્ટ્રેશન, રીન્યુઅલ રજીસ્ટ્રેશન તથા કેન્સલેશનની તથા યુએસજી મશીનની માહીતીની વિસ્તા૨થી ચર્ચા ક૨વામાં આવેલ હતી.
તદ ઉપરાંત ડીસ્ટ્રીકટ એપ્રોપીએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.વી.એ. ધ્રુવેએ જણાવ્યુ હતુ કે  ખેડા જિલ્લાનો સેકસ રેસિયો ૯૨૦ છે. જેમાં ખેડા, માત૨ નો સેકસ રેસિયો અનુક્રમે ૮૬૭ તથા ૮૯૩ છે જે અન્વયે ઓછા સેકસ રેસિયો ધરાવતા તાલુકામાં સ્ટીંગ,ડીકોય તથા દિકરીના જન્મદ૨માં વધારો થાય, દીકરીના ગર્ભ ૫રીક્ષણ/જાતિની પસંદગી અટકાવાય, દીકરીની સુ૨ક્ષા અને સલામતી અંગેનો પ્રચાર પ્રસાર તથા આઈઈસી કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
આ મીટીંગમાં સીવીલ હોસ્પિટલના સીવીલ સર્જનશ્રી, પીડીયાટ્રીસ્ટ, ગાયનેકોલોજીસ્ટ તથા સ૨કારી વકીલ, તથા એન.જી.ઓ.ના તમામ સભ્યો હાજ૨ ૨હ્યા હતા.

1-4-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *