પશુ દવાખાનુ ગુજરાતના પશુધન અને પશુધનના માલિકો માટે વરદાન રૂપ સાબિત થયું
****
ખેડા જિલ્લામાં 3 વર્ષ પૂર્વે ૦૭ ફરતા પશુ દવાખાના (MVD) કાર્યરત કરવામાં આવ્યા હતા.
આ સેવાનું કાર્ય EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત પશુ પાલન વિભાગના સંકલન થકી 3 વર્ષ અગાઉ થયું હતું. આ નાના સમયગાળામાં આ સેવા પશુ માલિકોના મુખે આવી ગઈ છે.
ગળતેશ્વર તાલુકાના રસુલપુર (પડાલ) ગામે ૫ બકરી જેમને સવારના સમયે ચરવા માટે સીમમાં મોકલી હતી પરંતુ, બકરીઓના ખાવામાં કંઈક આવી જતા, મોઢામાંથી લાળ અને પેટ ફૂલી ગયાની નોંધ થતા ૧૯૬૨ હેલ્પ લાઈન પશુ ફરતું દવાખાનાને જાણ કરવામાં આવી.
ડૉ. નીલ પટેલ અને ડૉ. સૃષ્ટિ બેન પટેલ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બધાજ બકરાને જરૂરી સારવાર કરી જીવ બચાવી લેવામાં આવ્યો હતો, જે તાલુકાના બંને વેટેરનરી ડોક્ટર સાથે પાયલોટ હરેશભાઇ વાઘેલા હતા.
આ ઘટનાના સાક્ષી એવા રસુલપુર ગામના સરપંચે પણ આ કામગીરીનો ભરપૂર વખાણ કરી આભાર વ્યક્ત કર્યો હતો.


