સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અંતે પંડિત દીનદયાળ ઉપવન પાસે આવેલ ટ્રાન્સફોર્મરને શીફ્ટ કરાતાં સાવરકુંડલા શહેરમાં આવેલ જનતા બાગ પાસે મોકળાશ થતાં આસપાસના ગંદકી કચરો દૂર થયાં અને ભવિષ્યમાં આ ફાજલ જમીન પર અહીં બગીચે હરવા ફરવા આવતાં લોકો માટે જાહેર પાર્કીંગ ઝોન બનશે એવું સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી દ્વારા જણાવાયું.. આમ ગણો તો પાર્કીંગ એ પણ ખૂબ જરૂરી છે. વળી અહીં તો જાહેર જનતા માટે બગીચો પણ આવેલ હોય પાર્કિંગ પ્લેસ ખૂબ આવશ્યક છે. વળી બાજુમાં જ સાવરકુંડલા મહુવા રોડ પસાર થતો હોય આ રોડ પર વાહનવ્યવહારની અવરજવર પણ ખાસ્સી હોય એટલે બાગની સાઈડની આ જગ્યા પર જાહેર પાર્કિંગ ઝોન બને તો અહીં આવતાં લોકો માટે ઘણી રાહત થાય અને પોતાનું વાહન શાંતિથી પાર્ક કરી અને બગીચામાં હરીફરી પણ શકે..


