Gujarat

ગાંધીધામમાંથી ૪.૮ કિ.ગ્રા. ગાંજા સાથે મૂળ ઓરિસ્સાના શખ્સની ધરપકડ

ગાંધીધામ
કચ્છ જિલ્લાના ગાંધીધામના સેકટર-૨માંથી એસ.ઓ.જી.એ ૪.૮ કિલો ગાંજાે ઝડપી પાડ્યો છે. બજારમાં તેની કિંમત ૪૮ હજાર રૂપિયા છે. પોલીસે ગાંજાની સાથે એક શખ્સની પકડ્યો હતો. આરોપીએ ઓરિસ્સાના એક વ્યક્તિ પાસેથી આ ગાંજાે મંગાવ્યો હતો. પોલીસે ગાંજાે, મોબાઈલ ફોન સહિત કુલ ૬૩ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંધીધામના સેકટર-૨માંથી એસ.ઓ.જી.એ રૂપિયા ૪૮ હજારના ગાંજા સાથે એક શખ્સની પકડી પડ્યો હતો. એક શખ્સ ગાંજાે રાખીને સુંદરપુરી બસ સ્ટેશનથી ગણેશનગર બાજુ આવવાનો છે. તેવી પૂર્વ અને સચોટ બાતમીના આધારે પોલીસે આ કામગીરી હાથ ધરી હતી. સેકટર-૨માં આવેલ સોના ટાવર બિલ્ડીંગની બાજુમાં પોલીસે વોચ ગોઠવી હતી. અહીંથી કાળા કલરનું લોએર તથા વાદળી કલરનું ટી-શર્ટ પહેરીને આવેલા શખ્સને રોકી તેનાં હાથમાં રહેલ બેગની તલાસી લેતા તેમાંથી ગાંજા (માદક પદાર્થ)ના જથ્થો મળી આવતા પોલીસે મૂળ ઓરિસ્સાના અને હવે ગાંધીધામમાં રહેતા પૃથ્વીરાજ મધુસુદનની ધરપકડ કરી લીધી હતી. તેના કબ્જામાંથી ૪૮,૧૦૦ રૂપિયાનો ગાંજાનો ૪.૮૧૦ કિલો ગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સ ઓરિસ્સાના નભ નામનાં ઈસમ પાસેથી મંગાવ્યો હતો. આ કાર્યવાહીમાં ગાંજાે, મોબાઈલ ફોન સહિત કુલ ૬૩ હજાર ૧૦૦નો મુદામાલ કબ્જે કરાયો હતો.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *