Gujarat

ગાંધીનગર પંચાયત વિભાગના નવા પરિપત્ર મુજબ પંચાયત વિભાજન માટે વડદલા ગ્રામ પંચાયત માટે સાધનીક કાગળો ઠરાવો હાલના વાસણા જૂથ ગ્રામ પંચાયત સરપંચ પોતાની મનસ્વી રીતે રોકાણ કરવા બાબતે કલેકટરને આવેદન આપવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લાના વડદલા ના તમામ ગ્રામજનોની માગણી છે કે  સરકારના પરિપત્ર મુજબ ગ્રામ પંચાયત વિભાજન માટે ગાંધીનગર પંચાયત વિભાગ ધ્વારા  વડદલા (વા) તા.બોડેલી ના અલગ પંચાયતના દરજ્જા માટે સાધનીક કાગળો પુર્તતા માટે વાસણા જૂથ ગ્રામ પંચાયત પર આવેલ છે જે હાલ વાસણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ધ્વારા પોતાની મનસ્વી રીતે રોકી રાખેલ છે અને ગામને ૨૦૧૩ થી વિકાસની બાબતે અને સરકારની યોજનાઓ બાબતે અન્યાય થઇ રહી છે. ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપી આ બાબતને ખાસ ધ્યાનમાં લઇ કાયદેસરની તપાસ કરી ગ્રામજનો થતો અન્યાયનો ન્યાય વહેલી તકે  આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230202_191205.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *