ગાંધીનગર
ગાંધીનગર ખાતે આશરે દસેક વર્ષ અગાઉ યુવતી જીમ કરવા માટે જતી હતી. એ વખતે કુડાસણની કાનમ રેસિડેન્શિમાં રહેતો ઈમ્પોર્ટ એક્સપોર્ટનો વેપારી પણ કસરત કરવા માટે જતો હતો. આમ એક બીજાને જાેએ ઓળખતા હતા. બાદમાં એક કોમન મિત્રના લગ્ન પ્રસંગે બંનેની મુલાકાત થઈ હતી. જેનાં કારણે બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો. અને સમય જતાં વેપારી એ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી. પોતે પરણિત હોવાની વાત છુપાવી રાખી વેપારીએ પ્રેમિકાને લગ્નના પ્રલોભન આપી પ્રણયનાં ફાગ ખેલે રાખ્યા હતા. આમ ને આમ સમય વીતતો ગયો અને બંને લીવ ઈન રિલેશન જેવા સંબંધોમાં રહેવા લાગ્યા હતા. પોતાના માતા પિતાથી અલગ રહેતી યુવતી આ અવૈધ સંબંધોથી ગર્ભવતી પણ થઈ હતી. એ દરમ્યાન મિત્ર વર્તુળ થકી વેપારી તો પરણિત હોવાનો ભાંડો ફૂટી જતાં તેણીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જેનાં કારણે બંને વચ્ચે તકરાર શરૂ થઈ ગઈ હતી. જાે કે વેપારીએ જેમ તેમ કરીને પ્રેમિકાને મનાવી લઈ ભાડાના ઘરમાં રાખી હતી. ત્યારે પ્રેમ સંબંધોનાં પાંચેક વર્ષ પછી યુવતી દીકરીની કુંવારી માતા બની હતી. જેઓનો બધો ખર્ચ વેપારી ઉઠાવતો હતો. એટલે સુધી કે બંનેના અવૈધ સંબંધોથી જન્મેલી દીકરીનાં નામ પાછળ પિતા તરીકે વેપારીએ પોતાનું નામ આપ્યું હતું. પરંતુ આ બધું માત્ર કાગળ પર જ હતું. અને દીકરી ધીમે ધીમે સાત વર્ષની થઈ ગઈ છે. આમ દીકરીના ભવિષ્યને ધ્યાને રાખી કુંવારી માતાએ વેપારીને સામાજિક રીતે પત્ની તરીકેનો હક્ક આપવા માટે માંગણીઓ કરવા કરવામાં આવી હતી. જે સ્વાભાવિક રીતે વેપારી માટે શક્ય નહીં હોવાથી બંને વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી ઝગડા ચાલી રહ્યા હતા. આમ બંનેના સંબંધોમાં તિરાડ પડી જતાં હાલમાં દીકરી સાથે યુવતી વૈષ્ણવો દેવી વિસ્તારમાં રહેવા લાગી છે. આખરે અવૈધ સંબંધો તોડી નાખી કુંવારી માતાએ વેપારી વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જેનાં પગલે પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી વેપારીની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.ગાંધીનગરના કુડાસણમાં રહેતા ઈમ્પોર્ટ એક્સપોર્ટનાં પરણિત વેપારીએ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી સાત વર્ષની દીકરીની કુંવારી માતા બનાવી દીધી છે. લીવ ઈન રિલેશન શીપ જેવાં સંબંધો દરમ્યાન પ્રણયનાં ફાગ ખેલી રાખી સામાજિક રીતે પત્ની તરીકેનો દરજ્જાે નહીં આપવામાં આખરે કુંવારી માતાએ દુષ્કર્મની ફરિયાદ આપતાં મહિલા પોલીસે ગુનો નોંધી વેપારીની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.


