Gujarat

ગાંધીનગરના સેકટર – ૮માં બંગલામાં તસ્કરો રૂ. ૧૦.૯૧ લાખનો મુદ્દામાલ ઉઠાવી ફરાર

ગાંધીનગર
ગાંધીનગરના સેકટર – ૮ માં ચર્ચની રહેતા નિવૃત જાેઈન્ટ સેક્રેટરીનાં બંગલાની બારીનો લોખંડનો સળિયો કાપી ઘરમાં અંદર પ્રવેશી તસ્કરો રૂ. ૮.૭૦ લાખના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ. ૧૦.૯૧ લાખનો મુદામાલ ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ ગયા હોવાની વધુ એક ઘરફોડ ચોરીની ફરિયાદ સેકટર – ૭ પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. ગાંધીનગરના સેકટર – ૮/સી પ્લોટ નંબર – ૮૪૪ માં જાેય ઇનાશુ ચિનાત પત્ની રોસીલી સાથે રહે છે. વર્ષ – ૨૦૧૦ માં દિલ્હી ખાતેથી અધિ અને જાહેર વિતરણ ખાતામાથી જાેઇન્ટ સેક્રેટરી તરીકે વય નિવૃત થયેલા જાેય ચિનાત પત્ની સાથે તા. ૬/૧૨/૨૦૨૨ ના રોજ ઘરને લોક કરી બેંગ્લોર ખાતેનાં તેમના મકાનમા રિનોવેશનનાં કામ માટે ત્યાં રહેવા ગયા હતા. જે કામ પૂર્ણ થતાં બપોરના સમયે ઘરે પરત ગાંધીનગર આવ્યા હતા. ત્યારે ઘરનો દરવાજાે ખોલીને અંદર પ્રવેશતાં જ તમામ સર સામાન વેરવિખેર પડેલો જાેઈને ચોંકી ઉઠયા હતા. અને ઘરમાં તપાસ કરતા માલુમ પડયું હતું કે, બેડરૂમની ખુણાની બારી નો લોખંડનો સળિયો કાપીને સ્ટોપર તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશી તિજાેરીમાંથી રૂ. ૫.૩૦ લાખની કિંમતના બે સોનાનો હાર,નાના છોકરાઓને હાથમા પહેરવાના સોનાના છડા નંગ-૪, સોનાના સિક્કા ૮ સિક્કા, ચાંદીની ત્રણ ડીશો, ચાંદીની વાટકીઓ નંગ ૧૦, ચાંદીની ચમચીઓ નંગ ૬ તથા ચાંદીના ગ્લાસ આશર નંગ ૧૨ તેમજ રૂ. ૧.૫૦ લાખની રોકડ મળી કુલ રૂ. ૧૦ લાખ ૭૦ હજારનો મુદ્દામાલ ચોરી ગયા છે. આ બનાવની જાણ થતાં જ સેકટર – ૭ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ડોગ સ્કવોર્ડ તેમજ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને બોલાવી આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. જાે કે ઉક્ત મકાન ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી પોલીસ પણ અવઢવમાં મુકાઈ ગઈ છે. આ અંગે હાલમાં તો પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવીની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *