ગીરગઢડાના ઉંદરી ગામમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રેડડ કરતા સ્થળ પરથી રોકડ સાથે પાંચ જુગારીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉંદરી ગામે રહેતા રાજેશ અરજણ પરમાર, ભાવેશ બાબુ ઉર્ફે કાબા ચોહાણ, ભાણા પુંજા બાંભણીયા, લાખા દાના મકવાણા તેમજ નાગજી દાના મકવાણા તમામ શખ્સો ઉંદરી ગામમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી રોકડ રકમ સહીત કુલ રૂ.૧૦,૨૪૦ સાથે પાંચ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.