Gujarat

ગીરગઢડાના ખિલાવડ ગામની સીમમાં બે સિંહોને પથ્થરનો ઘા મારી પજવણી કરતા બે શખ્સો ઝડપાયા….

પજવણી કરનાર બન્ને શખ્સોને ઉના કોર્ટે બે દિવસના રીમાંન્ડ મંજુર કર્યા…સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા વનવિભાગે
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
ઊના – જશાધાર રેન્જ હેઠળ આવતા ગીરગઢડાના ખિલાવડ ગામે રેવન્યુ વિસ્તારમાં બે શખ્સો દ્રારા વન્યપ્રાણી સિંહને પથ્થરનો છુટો
ઘા મારી પજવણી કરી ગેરકાયદેસર કૃત્ય કરતા હોય અને સિંહને હેરાન પરેશાન કરતા હોવાનો વિડીયો સામે આવતા વનવિભાગની
ટીમે આ ગે.કા. સિંહની પજવણી કરનાર બન્ને શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ અને આ બન્ને શખ્સોને ઉના
કોર્ટમાં રજુ કરતા કોર્ટએ એક દિવસના રીમાન્ડ મંજુર કરતા વનવિભાગે આગળની વધુ તપાસ માટે પુછપરછ હાથ ધરેલ છે.
ગીરગઢડાના નવા ઉગલા ગામે રહેતા હરેશ નાથા બાંબા તેમજ મધુ ઘુળા જોગદીયા આ બન્ને શખ્સો દ્રારા જશાધાર રેન્જ હેઠળ
આવતા ખિલાવડ ગામના પાઠાગાળા નામે ઓળખાતા રેવન્યુ વિસ્તારમાં રાત્રીના સમયે વન્યપ્રાણી સિંહની પજવણી કરતા હોય અને
બેટરીની લાઇટ કરી આ બન્ને સિંહની સામે જઇ શખ્સોએ હાથમાં પથ્થર લઇ અને સિંહ ઉપર છુટો ઘા મારી પજવણી કરી
વન્યપ્રાણી સિંહની પાછળ દોટ મુકી ત્યાથી ભગાડી મુકેલ હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા વનવિભાગની ટીમે આ
ગે.કા. સિંહની પજવણી કરી હેરાન પરેશાન કરનાર બન્ને શખ્સોને ઝડપી પાડ્યા હતા. અને બન્ને શખ્સોને વનવિભાગ દ્રારા ઉના
કોર્ટમાં રજુ કરતા બન્ને આરોપી ઓને એક દિવસના રીમાન્ડ મંજુર થતા જશાધાર રેન્જના અધિકારી આરએફઓ દ્રારા આ શખ્સોની
આગળની વધુ પુછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોકે વન્યપ્રાણીની પજવણી કરનાર સામે વન્યપ્રેમીઓમાં ભારે
આક્રોશ વ્યાપી ગયેલ.

-સિંહની-પજવણીનું-ગેરકાયદેસર-કૃત્ય-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *