Gujarat

ગીરગઢડાના ડમાસા પ્રા. શાળાના બાળકો તથા સ્ટાફએ ઉના પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી.

ગીરગઢડાના ડમાસા પ્રાથમિક શાળાના બાળકો તથા સ્ટાફ એ ઉના પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી. જેમાં મહિલા સહાયતા
કેન્દ્રનાં કાઉન્સિલર મનિષાબેન ગોહિલ દ્વારા તમામ બાળકો તેમજ સ્ટાફને પોલીસ સ્ટેશનમાં અલગ અલગ વિભાગો દ્વારા થતી
કામગીરીની માહિતી તેમજ પોલીસ હંમેશા રક્ષા કરે છે. તેમનાથી ડરવાની જરૂર નથી. અને ખાસ મહિલા અને બાળ વિકાસ યોજના
હેઠળ ચાલુ મહિલા સહાયતા કેન્દ્રની જાણકારી આપી. તેમજ બાળકો માટે ૧૦૯૮ હેલ્પ લાઇન વિશે, ૧૮૧ વિશે તથા સારી નરસી
બાબતોનું ધ્યાન રાખવા સહીત બાબતોની માહીતી બાળકોને આપવામાં આવી હતી.
ઊનાની શાળામાં ગુડ ટચ બેડ ટચ નાં કાર્યક્રમ દ્વારા બાળકોને માહિતગાર કરાયા…..
ઉના શહેરના ભીમપરા વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ પ્રાથમિક શાળાના આચાર્ય અલ્કાબેન મકવાણા અને અન્ય સ્ટાફ દ્વારા
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કાર્યક્રમમાં હાજર રહી બાળકોને માહિતી આપવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું
હતું. બાળકો ને ગુડ ટચ બેડ ટચ કોને કહેવાય તે ડેમો દ્વારા સમજાવવામાં આવ્યા હતા. ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પ લાઇન વિશે
ચર્ચા,૧૮૧ વિશે ચર્ચા, સ્માર્ટ ફોનનો કંઈ રીતે ઉપયોગ કરવો, ફોનના ફાયદા અને ગેરફાયદા, તેમજ બ્લેકમેઇલ, છેડતી, અને મહિલા
સહાયતા કેન્દ્રની પોલીસ સ્ટેશનની અંદર કેવી ભૂમિકા છે, અને કેવા પ્રકારની કામગીરી કરે છે તે બાબતોથી બાળકોને માહિતગાર કર્યા
અને હાલ નાની ઉંમર હોય જેથી અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અને ભવિષ્યમાં કંઇક બનવા માટે અત્યારથી જ એક ગોલ નક્કી
કરવો વગેરે માર્ગદર્શન આપી બાળકોને કાઉન્સિલર મનિષાબેન ગોહિલે સમજાવવામાં આવ્યા હતા…

.-શાળાના-બાળકો-તથા-સ્ટાફએ-ઉના-પોલીસ-સ્ટેશનની-મુલાકાત-લીધી..jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *