દેશભરના વિદ્વાન પંડિતો ચાર વૈદિક ધર્મ વૈદ નું પૂજન, ગૌવંશ પૂંજન, સર્વોરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમો,
ધર્મ સંમેલન, સ્પોર્ટ્સ ખેલાડી વિદ્યાર્થીઓનાં સન્માન,નગર યાત્રાનું ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે..
ગીરગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે આગામી તા.૧૪ થી ૧૮ જાન્યુઆરી પાંચ દિવસ સુધી મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે દેશભરના નામાંકિત વિદ્વાન પંડિતો ચાર વૈદિક ધર્મ વૈદનું પૂજન ગૌવંશ પૂંજન સર્વો રોઞ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમો સ્પોર્ટ્સનાં ખેલાડીઓ અને સેવાકિય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અગ્રણીનાં સન્માનિત નગરયાત્રા સહિતના વિવિધ સ્પર્ધાત્મક કાર્યકમ યોજાનાર હોય તેની ભવ્યાતિભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. આ કાર્યક્રમમાં દેશ વિદેશનાં મહાનુભાવો, શિક્ષણ ક્ષેત્રે સેવાઓ આપતાં વિદ્વાન શિક્ષક, દક્ષિણ રાજ્યનાં પંડિત અને રાજ્ય નેશનલ કક્ષાએ ભાગ લેતા ખેલાડી હાજરી આપશે…
સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્રવવિધા પ્રતિષ્ઠાનમ એસ.જી.વી.પી અમદાવાદ સંચાલિત દ્રોણેશ્વર ગુરુકુળ નું તા.૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતી દિવસે સ્થાપના કરવામાં આવી હતી. અને હાલમાં ધો.૧ થી ૧૨નાં ગુજરાતી માધ્યમનું અતિ આધુનિક અધ્યતન શૈક્ષણિક સંકુલ ચાલી રહ્યું છે. જ્યાં બાળકોને નિજી વ્યક્તિત્વને ખીલાવવાનુ જીવન મુલ્યોની પ્રયોગ શાળા આનંદમય વાતાવરણ શાંતિ વિશ્વબંધુત્વ ભાવના વચ્ચે બાળક પાંગરે ઉછેર થાઈ શારીરીક, માનસીક બૌદ્ધિક અને આધ્યાત્મિક જીવન સંસ્કૃતિ રાષ્ટ્રિય સમર્પણ સાથે યુવા માણસને પ્રજ્વલિત કરીને સમાજને માર્ગદર્શન બની શકે તેવાં હેતુ સાથે પૂજય બાલકૃષ્ણ દાસજી સ્વામી, પૂજય માધવ પ્રિયદાસજી સ્વામીનાં નેતૃત્વમાં ચાલતાં વિશાળ ગ્રાઉન્ડ અને દ્રોણેશ્વર ચેકડેમ સામે આવેલ આજુબાજુ ૪૦થી વધુ ગામોને સાંકળી બનાવેલ ગુરુકુળ ખાતે આગામી ૧૪ જાન્યું. મંકરસંકાત દિવસે ભવ્યાતિભવ્ય મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે કાર્યક્રમનો આરંભ ગૌવંશ પૂંજન મંત્ર જાપ સંતો હરીભક્તોને સાથે રાખી કરાશે. હિન્દુધર્મનાં પ્રથમવાર ચાર વૈદિક ગ્રંથો મૂર્તિ પુજન વિદ્વાન પંડિતો પાંચ દિવસ મંત્રના વૈદનું પ્રચારણ થશે જ્ઞાન બે પ્રકારના થશે. દક્ષિણ ભારતનાં પંડિત દ્વારા મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા વૈદિક વિધાન સાથે કરશે. ગુરુકુળ દ્વારા પાંચ ગામોમાં ઈટવાયા,વાજડી,પડા,વાવરડા, સહિતના હરી મંદીરોનાં ઉત્સવ સાથે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા કરાવવામાં આવશે.
૨૫ કુડી જ્ઞાન વિધી વિદાનથી કરાવશે. અને વૈદીક પૂજા સાથે ઉત્સવ ઉજવાશે તા.૧૪નાં રોજ સર્વો રોઞ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી નામાંકિત તબીબ દ્વારા દર્દીને નિઃશુલ્ક સારવાર આપશે. તેમજ દવા પણ સંસ્થા દ્વારા આપવામાં આવશે તા.૧૬/૧૭ના બે દિવસ રક્તદાન શિબિર કેમ્પ યોજાશે જેમાં શિરમ પ્લેટ લેટ તેમજ ગૃપ મુજબ બ્લડ ડોનેશન કરાશે. અને વર્ષ દરમિયાન બધી સંસ્થાઓ બે વખત કેમ્પ થતાં રહેશે આ ઉપરાંત અમદાવાદ હોસ્પિટલનાં આયુર્વેદિક ડોક્ટરની ટીમ પણ પાંચ દિવસ સુધી લોકોની માનવ સેવાના કાર્યો કરશે. બાળકોનાં અભ્યાસને ધ્યાને રાખીને ગુરૂકુળમાં શિક્ષણનું ધડતર કરવાં માટે નિષ્ણાત તજનો છાત્રોની સારસંભાળ રાખશે. વિશેષ ગુરુકુળનાં પ્રતિભાવી વિદ્યાર્થીઓ યોગ સાંસ્કૃતિક અને વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિ સાથે સ્પોર્ટ્સનાં ખેલાડીઓ રાજ્ય જીલ્લા અને નેશનલ કક્ષાએ યુનિવર્સિટીના નેશનલ પ્લેયરની ઉજવવલ પ્રતિભાને બિરદાવવા તેનું સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવશે.
નાનાં ગ્રામિણ વિસ્તારોમાં છેવાડાના માનવીને રાષ્ટ્રીય રાજ્ય અને ઓલમ્પિક ગેમ્સ રમત ગમત ક્ષેત્રે આગળ વધે સંકુચિત વિચારધારા માંથી વાલીઓ બહાર નીકળી ગુરુકુળમાં ભારતનાં ઉજ્વળ ભાવી તરીકે ચમકે મનોબળ મજબૂત બનેતે શારૂ દેશ વિદેશનાં મહાનુભાવો ભારતભરનાં સંતો સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો રાકેશ પ્રસાદજી મહારાજ ૧૦૦૮ પણ હાજર રહીને ગુરૂકુળનાં ગાદીપતિની નિમણુંક આપશે.
એકાદશી એ મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધર્મ સંમેલન ગૌવંશ પૂંજન વૈદ અભિક્ષેક સાંસ્કૃતિક કાર્યક્રમ બાળા અને બાળકોનાં અલગ અલગ ઝાંખીની ઝલક જોવા મળશે. તેમજ રાસ ગરબાની રમઝટ નગર યાત્રા સહિતના પાંચ દિવસ સુધી ગુરુકુળમાં મહોત્સવ ઉજવાશે તેમાં ઉના ગીરગઢડા તાલુકાના આજુબાજુના તેમજ સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ વિદેશનાં મહાનુભાવો શિક્ષણ ક્ષેત્રેનાં મહાનુભાવો તબીબ સેવાઓ સાથે સંકળાયેલ મહાનુભાવો સંતો સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બાબતે ગુરુકુળનાં સંતો પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
હાલમાં દ્રોણેશ્વર ગુરુકુળમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં રંગ બે રંગી લાઈટ તેમજ ખીલી ઊઠેલાં વિવિધ વૃક્ષો અને હરિયાળી ક્રાંતિ વચ્ચે ગુરુકુળ ઝળહળી ઊઠ્યું છે.
સ્વામિનારાયણ ગુરુકુળનાં પૂજ્ય સંત માધવ પ્રિયદાસજી મિશન શિક્ષણ સાથે સંસ્કાર…
મુળ અમદાવાદ સંચાલિત એસ.જી.વી.પી.નાં પૂજ્ય સંત માધવ પ્રિયદાસજી સ્વામી સમસ્ત ભારત દેશ અને વિશ્વ પરીવાર સાથે રહે છે. તમામ ધર્મના જ્ઞાતિના લોકો સાથે મળીને કદમ મિલાવી પ્રગતિ કરે છારોડી ઈન્ટરનેશનલ સ્કૂલ માં ૩૦દેશનાં વિદ્યાર્થીઓ સાયન્સમાં અભ્યાસ કરે છે ભારતની મુખ્ય દશ સ્કૂલમાં સ્થાન ધરાવતી ગુરુકુળ છે. આ ઉપરાંત દર્શનમ્ સંસ્કૃત ભાષાની શાળા પણ તદન ફ્રી માં અભ્યાસ કરાવે છે. ચાર વૈદિક ગ્રંથોની શાળા મેમનગર અમદાવાદ ગુરુકુળ ચાલે છે તે માત્ર દરરોજ ૧ રૂપિયા ટોકન દરે ચાલે છે તેવીજ રીતે ગીરગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળમાં ગીર જંગલ બોર્ડર નાં ગ્રામ્ય વિસ્તારોમાં વસ્તા ખેડૂતો શ્રમજીવી પરિવારનીના બાળકોને લાભ મળે દિકરીઓ સ્વામી નારાયણ સંપ્રદાયના ગુરુકુળમાં અભ્યાસ કરીને પૂર્ણ મયાર્દા સાથે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવી ભાવનાથી કોમન ફેસેલીટી નહિં પરંતુ અલગ દિકરા દિકરીમાટે એકજ કેમ્પસમાં બિલ્ડીંગ બનાવી નાનાં પરીવાર સુખી પરીવાર તેનો લાભ ઉઠાવીને નેશનલ કક્ષાએ ગૌરવ બને તેવું બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક સંકુલ બનાવીને પ્રયાસ કર્યો છે.


