૯૦ ટકા પૂર્ણ થયેલ ત્યાર બાદ ૧૦ ટકા કામ માટે તંત્ર દ્રારા અધુરૂ છોડી મુક્તા લોકોમાં રોષ..
ગીરગઢડાના ધોકડવા ગામે અન્નપૂર્ણા મંદીરની બાજુમાં રાવલ નદી ઉપર ગ્રામજનોની માંગણીને લઈને ચેકડેમ કોઝવેનું કામ મંજૂર
થયેલ બાદમાં આમ પુલનું કામ આજથી ૬ માસ પહેલા ૯૦% થઈ ગયેલ છે. ત્યાર બાદ કામગીરી કોઇ કારણોસર બંધ પડેલ હોય
અને આ પુલનું માત્ર ૧૦% કામ બાકી રહ્યુ હોય આ બાબતે ગામ આગેવાનો અને લોકો દ્વારા અવાર નવાર રજૂઆત કરવા છતાં
આજ સુધી કામ શરૂ કરવામાં આવેલ નહીં. આથી ગ્રામ પંચાયત કે મનરેગા શાખા તાલુકા પંચાયત, કાર્યપાલક ઈજનેર પંચાયત
સિંચાઈ વિભાગ સહીતના સરકારના જેતે વિભાગ દ્રારા આ કોઝવેનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી માંગ તાલુકા પંચાયત
સભ્ય દુલાભાઇ ગુજ્જરે અને ગ્રામજનો દ્રારા મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.
આ બાબતે ધોકડવા ગામે આહીર સમાજની વાડીમાં ગામ લોકો દ્રારા જાહેર મિટિગ બોલાવવામાં આવી હતી. જેમાં આ બાબતે
રજુઆત થયેલ હતી કે જેતે ખાતા હસ્તક આ કામ હોય અને તે કામ શરૂ ન કરે તો તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવા માંગ તેમજ
દિવસ ૧૦ માં આ કામ શરૂ કરવામાં નહીં આવેતો સક્ષમ અધિકારીને આવેદન પત્ર આપી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ
પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આ મીટીંગમાં ગ્રામજનો, અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લેખિત રજુઆત મુખ્યમંત્રી
કરેલ હતી. જેમાં ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જીલ્લા પંચાયત સભ્ય ડાયાભાઇ જાલોંધરાને પણ કરેલ હોય આ મીટીંગમાં તાલુકા
પંચાયત સભ્ય દુલાભાઇ ગુજ્જર, ઉપસરપંચ યુવા ભાજપ અગ્રણી મનિષભાઇ જાલોંધરા, તાલુકા પંચાયત પ્રતિનિધી, ભીખાભાઇ
કિડેચા, દુલાભાઇ કાતરીયા, રામજીભાઇ લાડુમોર, જેન્તીભાઇ માળવી, પૂર્વ સરપંચ હરેશભાઇ બલદાણીયા સહીત ઉપસ્થિત રહ્યા
હતા.
