ગીરગઢડાના નાના સમઢીયાળા ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીના શેઢા પર વીજપોલ ઉપર ફીટ કરાયેલ વિજ ટ્રાન્સફોર્મર
માંથી અજાણ્યા શખ્સો દ્રારા ઓઇલની ચોરી કરી નાશી છુટ્યા હોય આ અંગેની ઉના પોલીસમાં ફરીયાદ નોધાવામાં આવી હતી. જે
અંગે પોલીસે બાતમી આધારે ઓઇલ ચોરી કરનાર જીતુ નાનજી બાંભણીયા રહે.ઉમેજ, બાપુ ઉર્ફે બાબુ એભલ ગોહીલ રહે. નાંદરખ
તેમજ રાજવીર જશુ સોલંકી રહે. ઉમેજ આ ત્રણ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નાના સમઢીયાળા ગામની ખિજડીયા સીમ વિસ્તારમાં આવેલ ગોકુળભાઇ ભીખાભાઇ રાણપરીયાની ખેતીની જમીનના શેઢા પાસે
સરકારી ગૈચરણની જમીનમાં આવેલ ૧૧ કેવી કરણ એજી ફિડરના પોલમાં શાંણાડુંગર એેજીના ટ્રાન્સફોર્મર માંથી અજાણ્યા શખ્સો
દ્રારા રાત્રીના સમયે કોઇ અજાણ્યા શખ્સો વિજ ટ્રાન્સફોર્મર પરની લાઇનના ડીયા ઉતારી પાવર બંધ કરી બાદમાં ટ્રાન્સફોર્મરના
બુસીંગના નટ બોલ ખોલી પ્લાસ્ટીકની નળી વડે ઓઇલની ચોરીનો પ્રયાસ કરતા હોય આજુબાજુના ખેડૂતોને જાણ થતા તાત્કાલીક
ઘટના સ્થળે ખેડૂતો દોડી ગયેલ હતા. ત્યારે અજાણ્યા ચાર જેટલા શખ્સો ત્યાથી નાશી છુટ્યા હતા. અને આ સ્થળ પરથી ચાર ખાલી
કેરબાઓ, પ્લાસ્ટીકનો પાઇપ, લાંબી વાસની લાકડી, તેમજ બાઇક સહીત મળી આવેલ હોય આ અંગે પીજીવીસીએલ ધોકડવાના
જુનિયર એન્જીનિયર અનિલકુમાર રામજીભાઇ વાળાએ ઉના પોલીસમાં અજાણ્યા ત્રણ થી ચાર શખ્સો વિરૂધ ફરીયાદ નોધાવી હતી.
આવા તત્વોને પકડવા તપાસ હાથ ધરેલ અને બાતમી આધારે જીતુ નાનજી બાંભણીયા રહે.ઉમેજ, બાપુ ઉર્ફે બાબુ એભલ ગોહીલ
રહે. નાંદરખ તેમજ રાજવીર જશુ સોલંકી રહે. ઉમેજ આ ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાગ ધરેલ છે.


