Gujarat

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો કેશોદમાં શાંતિપૂર્ણ પ્રારંભ થયો   

સમગ્ર ગુજરાતમાં આજરોજ ધોરણ 10 તથા ધોરણ 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં લગભગ 16 લાખ 49 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જતા જોવા મળ્યા છે રાજ્યના 1,763 કેન્દ્ર પર 56 હાજર થી વધુ બ્લોક માં પરીક્ષાની આજરોજ સંપૂર્ણ તૈયારી સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે
      કેશોદમાં પણ આજરોજ ધોરણ 10 તથા ધોરણ 12 ની પરીક્ષા નો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજરોજ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને સન્માનિત કરતા સ્કૂલો દ્વારા અને વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
      આજરોજ સવારે 9:00 વાગે ભારત વિકાસ પરિષદ ના સ્થાપક પ્રમુખ ડોક્ટર તન્ના સાહેબ દિનેશભાઈ કાનાબાર શ્રેયશ સ્કૂલના સંચાલકો પ્રવીણભાઈ ભાલારા હમીરભાઇ વાળા અશોક નાથજી તેમજ વર્ષાબેન પટોડીયા દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ચોકલેટ દ્વારા મીઠું મોઢું કરાવી અને શાંતિથી અને નિર્ભયતાથી પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા. આ શાળામાં વિદ્યાર્થીઓ શાંતિથી અને નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા વર્ષાબેન દ્વારા ગોઠવવામાં આવેલી હતી
  બપોર નાં સમયે ભારત વિકાસ પરિષદ ની ટીમ ડી.ડી.લાડાણી સ્કુલ માં ધો 12 નાં વિદ્યાર્થીઓ ને શુભેચ્છા આપવાં માટે શાળા એ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મીઠું મોઢું કરાવી ને શુભેચ્છા સાથે સારુ પરફોરમ ની શુભેચ્છા પાઠવી હતી
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ

IMG-20230314-WA0332.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *