Gujarat

ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક જનસંપર્ક અધિકારી હિતેશ પંડ્યાનુ રાજીનામંુ

ગાંધીનગર
ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક જનસંપર્ક અધિકારી હિતેશ પંડ્યાએ લગભગ ૨૨ વર્ષ સુધી સીએમઓમાં રહ્યા બાદ પોતાનુ રાજીનામુ સોંપી દીધુ. જેનુ કારણ તેમના દીકરા અમિત પંડ્યાનો ઠગ કિરણ પટેલ સાથે સંપર્ક હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે. જમ્મુ કાશ્મીર પોલીસે થોડા દિવસો અગાઉ છેતરપિંડીના આરોપમાં કિરણ પટેલની ધરપકડ કરી હતી અને આ જ મામલે અમિત પંડ્યાને પણ પૂછપરછ માટે જમ્મુ કાશ્મીર બોલાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે હિતેશ પંડ્યા, કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રુપાણી અને ભૂપેન્દ્ર પટેલ સહિત પાંચ મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચૂક્યા છે. ૭૩ વર્ષીય હિતેશ પંડ્યાએ કહ્યુ કે, ‘મે મારુ રાજીનામુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપી દીધુ છે. કોઈએ મને રાજીનામુ આપવા માટે નથી કહ્યુ. મને લાગ્યુ કે મારે રાજીનામુ આપી દેવુ જાેઈએ. હું મારો બાકીનુ કાર્ય ૩૧ માર્ચ સુધી પૂરુ કરી દઈશ ને કાર્યાલયમાંથી મુક્ત થઈ જઈશ. હિતેશ પંડ્યાએ પોતાના રાજીનામાના અમુક કલાકો પહેલા સ્વીકાર કર્યો કે તેમના ૪૩ વર્ષીય દીકરા અમિત પંડ્યાએ આ મહિને કિરણ પટેલ સાથે વ્યાવસાયિક ઉદ્દેશ માટે તેમની સંમતિથી જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. આ મહિનાની શરુઆતમાં જમ્મુ કાશ્મીરમાં અમિત અને જય સીતાપરા નામની એક અન્ય વ્યક્તિની કિરણ પટેલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પૂછપરછ માટે અમિત અને સીતાપારાને જમ્મુ કાશ્મીર પોલીસે બોલાવ્યા છે. હિતેશ પંડ્યાના જણાવ્યા મુજબ તેમનો દીકરો નિર્દોષ છે. તેમણે કહ્યુ કે તે કાશ્મીરમાં છે. જમ્મુ કાશ્મીર પોલીસે તેને પૂછપરછ માટે બોલાવ્યો છે. તે પોતાની ફર્મ સેફ સૉલ્યુશન દ્વારા સીસીટીવી કેમેરા જેવા ઘરેલુ સુરક્ષા ઉપકરણોનો વેપાર કરે છે. હિતેશ પંડ્યાએ એમ પણ કહ્યુ કે અમિત ભાજપ સાથે જાેડાઈ રહ્યો છે અને ગુજરાતના નૉર્થ ઝોનમાં પાર્ટીના સોશિયલ મીડિયા સેલનો સંયોજક રહ્યો છે. પંડ્યાએ ઠગ કિરણ પટેલના સીએમઓ સાથે કોઈ પણ પ્રકારના સંબંધ હોવાની માહિતીથી ઈનકાર કર્યો. જાે કે, તેમણે સ્વીકાર્યુ કે ૨૦૧૧માં કિરણ પટેલ તેમના દ્વારા બનાવવામાં આવેલી એક ખાનગી સંસ્થા નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન સાથે જાેડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *