Gujarat

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હેઠળ રાજ્ય કક્ષાએ યોગ એવોર્ડ માટે જિલ્લા કક્ષાએથી અરજીઓ મંગાવવામાં આવી   

 મકસુદ કારીગર,કઠલાલ
ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને એવૉર્ડ આપવામાં આવશે
*
તા. ૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરે રૂબરૂ અરજી આપવાની રહેશે
*
રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજય યોગ એવૉર્ડ આપવાનું નક્કી કરેલ છે.જે અંતર્ગત યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનર દ્વારા અરજી કરતી વખતે વ્યકિતએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલુ હોવુ જોઇએ અને યોગ બોર્ડનું યોગ કૉચ / યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતો હોવો જોઈએ.
એવોર્ડ મેળવવા ઉમરનો કોઈ બાધ નથી. એવોર્ડ માટે સત્ય અને અપડેટ કરેલ પ્રોફાઇલ(બાયોડેટા) પુરાવા સાથે રજુ કરવાના રહેશે. અરજી કરતી વખતે નામ, ફોટો, સરનામુ, અને ફોન નંબર જેવી વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા કાર્ય ફોટા સાથેના નક્કર પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનાના પુરાવા સાથેનો એક પેજનો બાયોડેટા તા. ૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મરીડા ભાગોળ રોળ, નડિયાદ, ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂ અરજી આપવાની રહેશે.
વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ખેડા – નડિયાદનો સંપર્ક કરવાનો રહેશે,જે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *