Gujarat

                   ગુજરાત રાજ્યના પ્રથમ હરોળના શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- રાજકોટના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ

મુખ્ય માર્કેટયાર્ડ(બેડી) ખાતે ખેડૂતો માટે વધુ સુવિધા પૂરી પાડવાની નેમ સાથે વિશાળ ઓક્શનશેડનું નિર્માણ કરવાનું ખાતમુહૂર્ત આજ રોજ માનનીય ધારાસભ્યશ્રી (જેતપુર-જામ કંડોરણા) તથા રાજકોટ જીલ્લા બેંકના ચેરમેનશ્રી જયેશભાઈ રાદડિયાના વરદહસ્તે કરવામાં આવ્યું. આ વિશાળ શેડ ૧,૬૫,૦૦૦ ચો.ફૂટની જગ્યામાં બનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં પડધરી ટંકારાના માજી ધારાસભ્યશ્રી બાવનજીભાઈ મેતલીયા, રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી મનીષભાઈ ચાંગેલા, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ નરશીભાઈ તારપરા, સહકારી ક્ષેત્રના પીઢ આગેવાન તેમજ રાજકોટ જીલ્લા બેંકના ડીરેક્ટરશ્રી ડો. ડાયાભાઈ પીપળીયા, અન્ય ડીરેક્ટરશ્રીઓ શૈલેશભાઈ ગઢીયા, વીરભદ્રસિંહ જાડેજા, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ હેરભા, ભાજપ અગ્રણીશ્રી મનહરભાઈ બાબરીયા, વેપારી અગ્રણી શ્રી હરેશભાઈ વોરા, રાજકોટ જીલ્લા રજીસ્ટ્રાર શ્રી વિશાલ કપુરીયા, તેમજ વિશાળ સંખ્યામાં વેપારીભાઈઓ, કમીશન એજન્ટભાઈઓ, મજુરભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ માર્કેટિંગયાર્ડના ચેરમેનશ્રી જયેશભાઈ બોઘરા, વાઈસ ચેરમેનશ્રી વસંતભાઈ ગઢીયા તેમજ માર્કેટયાર્ડના સમગ્ર બોર્ડ ઓફ ડીરેક્ટરશ્રીઓ, રાજકોટ માર્કેટયાર્ડના સેક્રેટરીશ્રી બી.આર.તેજાણી તથા કર્મચારીઓ દ્વારા આમંત્રિતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અહેવાલ – નિખીલ ભોજાણી

IMG-20230105-WA0205.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *