Gujarat

ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સએ ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી

ગત તા. ૩૦-૦૧-૨૦૨૩ ના રોજ શ્રી એસ.કે.ચતુર્વેદી અગ્ર મુખ્ય વન
સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખીજડીયા પક્ષી અભયારણ્યની
મુલાકાતે આવ્યા હતા. તેઓએ અભયારણ્ય ખાતે આયોજિત પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં આવેલા સચાણા
કન્યા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા.
શ્રી એસ.કે.ચતુર્વેદીની આ મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષકશ્રી મરીન નેશનલ પાર્ક, મદદનીશ
વન સંરક્ષકશ્રી તથા ખીજડીયા પક્ષી અભયારણ્યના પરિક્ષેત્ર વન અધિકારીશ્રી દક્ષાબેન વઘાસીયા તથા
ખીજડીયા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

KHIJADIYA-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *