*આહવાન અખાડાના શ્રી મહંત ભારદ્વાજગીરી મહારાજ, મહંતશ્રી થનાપતિ વિજયપુરી સહિત મોટી સંખ્યામાં પ્રથમવાર સાધુ સંતો પરિક્રમામાં જોડાયા*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે એક જન્મમાં એક સ્થળે ૫૧ શક્તિપીઠના દર્શનનો લ્હાવો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો મનોરથ સાકાર થયો – મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત જણાવ્યું હતું અને ૫૧ શક્તિપીઠના આશીર્વાદથી અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી ઉત્તર ગુજરાતની ભૂમિ પર ૫૧ શક્તિપીઠનું નિર્માણ થયું છે: મુખ્ય શાંગ્રાસ્ક મહંતશ્રી ભારદ્વાજગીરી મહારાજ જણાવ્યું હતું. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે ૧૨ મી થી ૧૬ મી ફેબ્રુઆરી સુધી ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય આયોજન કરાયું છે. અને આહવાન આંખડાના મહંતો મુખ્ય શાંગ્રાસ્ક મહંતશ્રી ભારદ્વાજગીરી મહારાજ, મહંતશ્રી બટુકેશ્વરભારતી મહારાજ, મહંતશ્રી થનાપતિ વિજયપુરી મહારાજશ્રી સહિત મોટી સંખ્યામાં પ્રથમવાર સાધુ સંતો પરિક્રમામાં જોડાયા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ તથા ટિમ બનાસકાંઠા દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ ઉપસ્થિત પૂજ્ય મહંતશ્રીઓ દ્વારા વિધિવત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જય અંબેના જયઘોષ સાથે રંગેચંગે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા ભવ્ય ચામરયાત્રા યોજાઈ હતી. આજથી શરૂ થયેલ પંચ દિવસીય ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શક્તિયાગ, ભજન સત્સંગ, અખંડ ધૂન, માતાજીની પાદુકા યાત્રા, જ્યોત યાત્રા, ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમો સહિતના ધાર્મિક મનોરંજક કાર્યક્રમો શરૂ થયા છે જેમાં ગુજરાતભરમાંથી શ્રધ્ધાળુ ભાવિક ભક્તોનો મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યો છે. યાત્રાળુઓની આસ્થાને ધ્યાને રાખતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા પથમાં સેવા કેમ્પોના સહયોગથી યાત્રાળુઓ માટે પીવાનું પાણી , હેલ્થ સેન્ટર , ચા – નાસ્તા અને ભોજન પ્રસાદ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જૂનાગઢ ગિરનારમાં જેમ ભગવાન શિવજીની પરિક્રમાનો મહિમા છે એવો મહિમા આગામી સમયમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમાનો પ્રસ્થાપિત થાય અને આગામી વર્ષોમાં શ્રદ્ધાળુઓ સ્વયંભૂ આ પરિક્રમામાં જોડાયએ માટે તંત્ર દ્વારા સેવા સુવિધા અને સલામતીની સુચારુ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

