Gujarat

ગુજરાતભરના ખેડૂતોને અપૂરતા પ્રમાણમાં અપાઈ રહેલી વીજળી   

ગીરગઢડા
  ભરત ગંગદેવ
દિવસ દરમિયાન ૮ કલાક ને બદલે માંડ ૬ કલાક ૪૪૦ વોટથી વીજળી આપવાને બદલે ૩૮૦ વોટથી અપાય છે !
ગુજરાતમાં રાજ્ય સરકારની ઊર્જા ક્ષેત્રની મુખ્ય કંપની- જીયુવીએનએલ દ્વારા સવારના ૬થી બપોરના ૨. બપોરના રથી રાત્રે ૧૦ અને રાત્રે ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી એમ ત્રણ શિફ્ટમાં પાવર સપ્લાય થાય છે. રાજ્યમાં સરકારી વીજળી વાપરતા ૨૦,૪૮,૦૭૧ ખેડૂત-ગ્રાહકોને પહેલી બે શિફ્ટમાં પૂરતાં દબાણથી ૮ કલાક વીજળી મળવી જોઈએ, એને બદલે સૂત્રોના જણાવ્યા મુજબ પહેલી બે શિફ્ટમાં માંડ ૬ કલાક જ અને તેય અપૂરતા દબાણથી વીજળી અપાઈ રહી છે, જ્યારે રાત્રિ સમયે ખેડૂતોને અપાતી વીજળી જંગલી જનાવરો તથા સાપના ભયને કારણે મોટાભાગે બિનઉપયોગી બની રહે છે.દિવસના સમયે ખેડૂતોને અપાતી વીજળી થ્રી- ફેઇઝમાં ૪૪૦ વોટથી મળવી જોઈએ, એને બદલે અંદાજે ૩૮૦વોટ અપાય છે, જેને કારણે ખેડૂતોને વધારે વીજબિલ આવે છે. એટલું જ નહીં, ફ્રિકવન્સીમાં સતત વધઘટને કારણે હોર્સપાવરથી વીજળી વાપરતા ખેડૂતોની મોટરો બળી જાય છે. ‘જર્ક’ના નિયમ પ્રમાણે સરકારી વીજકંપની દ્વારા ખેડૂતોને ૬ ટકા ઓછા-વત્તા દબાણથી એટલે કે૪૬૬ વોટથી ૪૧૪ વોટના
દબાણથી વીજળી સપ્લાય થવી જોઈએ. જે નિયમનું સરકારી વીજકંપનીઓ દ્વારા ઉલ્લંઘન થઈ રહ્યું હોવા છતાં ખેડૂતોને થઈ રહેલા મોટા નુકસાન અંગે વીજકંપનીઓ સામે કોઈ પગલાં લેવાતાં નથી. સરકારી વીજળી વાપરતા ખેડૂતોપૈકી ૭૭ ટકા ખેડૂતોના વીજજોડાણો મીટર આધારિત છે, જેમને રાજ્ય સરકાર ૬૦ પૈસા યુનિટના ભાવે વીજળી આપે છે અને આ સસ્તી વીજળીના બદલામાં સરકારી વીજકંપનીઓને જે વર્ષે રૂ.૧,૧૦૦ કરોડની સબસિડી રાજ્ય સરકાર દ્વારા ચૂકવાય છે, તેમાં છેલ્લા ૧૫ વર્ષમાં કોઈ જ વધારો થયો નહીં હોવાનું જણાવાઈ રહ્યું છે.
સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે પરંતુ હજુ પાટણ અને સરસ્વતી પંથકના ઘણા ગામોમાં ટ્યુબવેલો પર અડધી રાત્રે વીજળી આપવામાં આવી રહી છે.જેના – કારણે અને જંગલી પ્રાણીઓ ના ભયથી ખેડૂતો ને ઉજાગરા કરીને ખેતી પાકોને પિયત કરવું પડી રહ્યું 1 છે. જેથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં કેટલાક વિ પાકોને ઓછું – પાણી આપવાનું હોવાથી રાત્રે અંધારામાં પિયત કરવું ખૂબ મુશ્કેલ બન્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *