Gujarat

ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં ૪૦૦થી વધુ કેસ નોંધાયા

અમદાવાદ
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે જે એક ચિંતાનો વિષય છે. કેન્દ્ર સરકારે પણ કોરોનાના વધતા કેસને લઇ ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્ય સરકારોને કોરોના સામે જરૂરી પગલા ભરવા અને લોકોને માસ્ક પહેરવાના દિશાનિર્દેશ આપ્યા છે. ત્યાં જ આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા ૪૧૭ કેસ નોંધાયા છે. જાેકે રાહતના સમાચાર તે છે કે આજે રાજ્યમા કોરોનાથી એક પ દર્દીનું મોત નિપજ્યું નથી. ગુજરાતમાં નોંધાયેલા ૪૧૭ કેસમાં આજે સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં ૧૩૬, મહેસાણા ૪૬, વડોદરા કોર્પોરેશન ૨૯, સુરત કોર્પોરેશન ૨૮, વડોદરા ૨૬, સુરત ૨૩, પાટણ ૨૦, ભરૂચ ૧૫, વલસાડ ૧૪, ગાંધીનગર ૧૨, ગાંધીનગર કોર્પોરેશન ૭, રાજકોટ કોર્પોરેશન ૭, રાજકોટ ૬, આણંદ ૫, મોરબી ૫, સાબરકાંઠા ૫, ભાવનગર કોર્પોરેશન ૪, કચ્છ ૪, અમદાવાદ ૩, ગીર સોમનાથ ૩, નવસારી ૩, સુરેન્રનગર ૩, દાહોદ ૨, જામનગર કોર્પોરેશન ૨, ખેડા ૨, પંચમહાલ ૨, પોરબંદર ૨, અમરેલી ૧, અરવલ્લી ૧, ભાવનગર ૧ કેસ નોંધાયો છે. ત્યાં જ આજે રાહતના સમાચાર એ છે કે, રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મોતનો આંકડો ૧૧૦૬૫ પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ ૨૦૮૭ છે. જેમાંથી ૦૩ દર્દીઓ વેન્ટીલેટર પર છે અને ૨૦૮૪ દર્દી સ્ટેબલ છે. ત્યાં જ ડિસ્ચાર્ઝ થયેલા દર્દીઓની સંખ્યા ૧૨૭૩૧૫૨ છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતના લોકોએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જાે કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જાેઈએ. જણાવી દઈએ કે, રાજ્યમાં સાજા થવાના લોકોનો દર ૯૮.૯૮ નોંધાયો છે. સરકાર દ્વારા કોરોનાની મહામારીને લઈને ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે, જેને પાલન કરવા સુચનાઓ પણ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *