ગાંધીનગર
ગુજરાતમાં શિક્ષણને વધુને વધુ પ્રાધાન્ય આપવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં સૌથી વધુ રકમ શિક્ષણ માટે ફાળવવામાં આવી છે. સુરત શહેરમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ રાઇટ ટુ એજ્યુકેશન (ઇ્ઈ) એક્ટ-૨૦૦૯ હેઠળ ૯,૯૩૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે તેમ વિધાનસભા ગૃહમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું.
રાજ્યનો છેવાડાનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે અમારી સરકાર કટિબંધ છે તેમ જણાવી મંત્રી પાનશેરીયાએ પેટાપ્રશ્ન અંગે વિગતો આપતા કહ્યું હતું કે, ઇ્ઈ એક્ટ હેઠળ પ્રવેશ માટે બાળકોની અગ્રતા નક્કી કરવામાં આવે છે. જેમાં અનાથ બાળકો, સંરક્ષણ બાળ ગૃહમાં રહેતા હોય, સ્થળાંતરિત કરતા હોય, માતા-પિતા મજૂરી કરતા હોય, દિવ્યાંગ, લશ્કરી, અર્ધલશ્કરી અને પોલીસના સંતાનો, જે માતા-પિતાને એક માત્ર દીકરી જ હોય તેમજ સરકારી આંગણવાડીમાં અભ્યાસ કર્યો હોય તેવા બાળકોને ઇ્ઈમાં પ્રવેશ માટે અગ્રતા આપવામાં આવ્યો છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું કે, ઇ્ઈમાં પ્રવેશ માટે ઓનલાઇન જ અરજી કરવાની હોય છે. આ ઓનલાઇન અરજી દરમિયાન નિયત આવક મર્યાદા કરતાં વધુ હોય, કેટેગરીનો દાખલો ન હોય, વય મર્યાદા વધુ કે ઓછી હોય, સક્ષમ અધિકારીનો દાખલો ન હોય વગેરે કારણોસર અરજીના મંજૂર કરવામાં આવે છે.
ગૃહમાં ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા પૂછાયેલા પેટા પ્રશ્ન અન્વયે જવાબ આપતા મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે કે જે બાળકોને ઇ્ઈ હેઠળ પ્રવેશ આપ્યો હોય તેવા બાળકોના વાલીના ખાતામાં બાળકના ગણવેશ વગેરે માટે વર્ષમાં એક વાર રૂ. ૩૦૦૦ની રકમ ઓનલાઈન જમા કરવામાં આવે છે.
