Gujarat

ગોંડલના રૂપાવટી ગામેથી LCB બ્રાન્ચે ૨ તસ્કરને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

ગોંડલ
રાજકોટ જિલ્લાના ગોંડલ, કોટડા સાંગાણી, શાપર, વેરાવળ, જામકંડોરણા સહિત તાલુકાના ૨૦ થી વધારે ગામોમાં અનેક ચોરીની ઘટનાઓ બની હોય વ્યાપક ફરિયાદ અને લઈ પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે બાતમીના આધારે ગોંડલ તાલુકાના રૂપાવટી ગામેથી બે તસ્કરોને સોના ચાંદીના દાગીના, મોબાઈલ, બાઇક તેમજ રોકડ રકમ મળી કુલ રૂ ૫,૯૬,૦૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઉપરોક્ત ગામોમાં દિન પ્રતિદિન ચોરીની ઘટના બની રહી હોય જેની ફરિયાદ રાજકોટ એલસીબી ક્રાઈમ બ્રાન્ચ પાસે આવતા પીઆઇ વીવી ઓડેદરા, પીએસઆઇ ગોહિલ, બડવા, તેમજ એ.એસ.આઇ મહેશભાઈ જાની, અમિત સિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાણા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઈ ગુજરાતી, રૂપકભાઈ બોહરા અને પ્રહલાદભાઈ રાઠોડ સહિતના પોલીસ કર્મીઓએ તસ્કરોને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા. તે દરમિયાન ગોંડલના રૂપાવટી પાસેથી અશોક ઉર્ફે હસમુખ વાઘેલા રહે રૂપાવટી તેમજ અજય ઉર્ફે જયંતી ઝાપડિયા (રહે સુરેશ્વર ચોકડી રેલ્વે ફાટક પાસે ગોંડલ) ને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી સોનાના દાગીના કિંમત રૂ. ૩,૯૮,૭૦૦, ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૬૩૬૯૦, મોબાઈલ ફોન બે કિંમત રૂપિયા ૫૫૦૦ તેમજ એક બાઈક કિંમત રૂપિયા ૨૫૦૦૦ તથા રોકડા રૂપિયા ૧,૦૩૨૦૦ મળી કુલ રૂ.૫,૯૬,૦૯૦ /- નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *