Gujarat

ઘંટીયા પ્રાચી ગ્રામ પંચાયત  માં વહીવટ દાર ની બેદરકારી થી ગામલોકો પરેશાન

હાર્દિક કાનાબાર પ્રાચી
ભારે ગંદકી ને લીધે ગામલકો ઘાતક રોગો ની જપટ માં
ઘંટીયા પ્રાચી ગ્રામ પંચાયત હાલ   માં હાલ  વહીવટ દાર દ્વારા ચલાવવામાં આવે છે જેમાં વહીવટદાર ની બેદરકારી થી  હાલ ગામલોકો ને પૂરતું  પીવાનું પાણી  નથી મળી રહ્યું જેથી તો બીજી તરફ  સ્ટ્રીટલાઈટો પણ બંધ રહેતી હોવાથી ઘંટીયા પ્રાચી ના રહેણાંક વિસ્તારો માં અંધારપટ જોવા મળી રહ્યો છે તેમજ રોજ  રહેણાંક વિસ્તારો માંથી કચરો એકત્રિત કરી યોગ્ય જગ્યા એ નાસ કરવા માં આવતો જે હાલ કચરા માટે ચાલતું ટ્રેક્ટર ટ્રોલી  પણ  કચરો ભરેલી હાલત માં મૂકી રાખી કચરો એકત્રિત કરવાનું પણ બંધ થતાં ઠેર ઠેર ગંદકી ના ગજ જોવા મળી રહ્યા છે જેને લઈ ઘંટીયા પ્રાચી ગામલોકો માં રોગચારો વધી રહ્યો છે જેમાં  ચિકન ગુનીયા ,મેલેરિયા,ડેન્ગ્યુ વાઇરલ  જેવા ઘાતક રોગો ફેલાઈ રહ્યા છે ગામ લોકો દ્વારા વારંવાર જાણ કરવા છતાં વહીવટ દાર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી તો આમ જનતા ને કોનો સહારો લેવો એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલતું હોય ત્યારે ઘંટીયા પ્રાચી રહેણાંક વિસ્તારો માજ ઠેર ઠેર ગંદકી જોવા મળતા ગામલોકો પરેશાની વેઠી રહ્યાં છે તો ગામલોકો ની તકલીફો ને ધ્યાન માં રાખી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી છે

IMG-20230501-WA0086.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *