હર ઘર ધ્યાન ઘર ઘર યોગ અંતર્ગત તારીખ ૨૬ માર્ચના જૂનાગઢ જિલ્લા અને તાલુકા કક્ષાએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ ૨૬ માર્ચના રોજ સવારના ૬ થી ૮ કલાક દરમિયાન મહાનગરપાલિકા અને તાલુકા કક્ષાએ હર ઘર ધ્યાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લામાં મહાનગરપાલિકા કક્ષાએ કે.જી. ચૌહાણ સ્કૂલ, વંથલી રોડ તેમજ તાલુકા કક્ષાએ કેશોદમાં મહિલા કોલેજ ગ્રાઉન્ડ, મહેશ નગર કેશોદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ નાગરિકોની સુખાકારી વધે અને યોગ પ્રત્યેની જાગૃતિનો ફેલાવો થાય થાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં લોકોને ભાગ લેવા જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્ડીનેટર શ્રી દિલીપસિંહ પરમાર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. તેમજ આ શિબિરમાં ભાગ લેનારને દરેકને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે
