Gujarat

ઘુડખર અભ્યારણ વનવિભાગ ઉપર લાગ્યું વિવાદોનું ગ્રહણ

(ડિસેમ્બર મહિનામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નાં એક લેખથી લાગ્યું ગ્રહણ)
(પ્રતિબંધિત અભ્યારણ્ય વિસ્તારમાં ભુમાફિયાઓ દ્વારા અતિક્રમણ સામે નાના અગરિયાઓ બન્યા લાલઘુમ)
બોક્સ :
[ધ્રાંગધ્રા-હળવદ અને પાટડી વિસ્તારમાં ગેરકાયદેસર ચાલુ થયેલી 12 જેટલી ફેક્ટરીઓ તો બંધ થઇ પણ આજે ય બ્રોમીન વહન કરતાં ટેન્કરો થી મળતી હરિયાળી થકી ઘુડખરનાં અધિકારીઓ માલેતુજાર બનતા હોવાની વિગતો.તો પ્રતિબંધિત અભ્યારણ્યમાંથી મોટા પાયેં રેતીનું પણ ખનન અવિરત ચાલુ જ જોવા મળે છે]
[એક બાજુ RFO ઉપર ACB નું છટકું બેસ્યું જેમાં વિખવાદ જોવા મળી રહ્યો છે. વનવિભાગ આને ભુમાફિયાની હરકત બતાડી વિવાદથી દૂર રહેવા પ્રયત્ન કરી રહ્યું છે તો એક તરફ જાગૃત ફરિયાદી પાસે RFO નાં પૈસા માંગતા ઓડિયો અને વિડિઓ પ્રુફ પણ મોજુદ હોવાની વિગતો મળી રહી છે તયારે RFO ગોસ્વામી વાળું કોકળું તો સમયાંતરે જ ઉકેલી શકાશે ]
ધ્રાંગધ્રા :
ઘુડખર ની ખુશહાલી એટલે કચ્છનું નાનું રણ જેમાં ઘુડખરની આબાદી વધે અને સ્વસ્થ રીતે લાબું જીવન જીવી શકે એ માટે મોટા વિસ્તારને પ્રતિબંધિત કરી અભ્યારણ ઘોષિત કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ઘુડખરની ખુશાલી હતી કે નહિ તેં અલગ ચર્ચાનો વિષય છે પરંતુ વનવિભાગને તો લીલાલહેર જ હતા પણ સમગ્ર બાબત ઉપર મોટુ ગ્રહણ જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નાં એક લેખ બાદ શરુ થયું છે જેમાં લખેલ મોટા મહાકાય વાહનોથી અભ્યારણની પ્રતિબંધિત જગ્યામાં થતા અતિક્રમણ બાબતની વિગત હતી જે સમગ્ર બાબતને સુપ્રીમ કોર્ટ દ્વારા ધ્યાને લઈને હમણાં ફેબ્રુવારીમાં સૂઓ મોટો દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ પણ તત્કાલ હરકતમાં આવી ને માર્ચ માં હાઇકોર્ટે પણ સૂઓ મોટો દાખલ કરી જેના લીધે અરણ્યભવનમાં બેસતા મુખ્ય અધિકારીઓનાં ખાતર ઉપર દિવેલ ચઢ્યું હોય તેવા તાલ બનતા તત્કાલ દબાણ આવ્યું હતું. અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા ફેબ્રુવારીમાં જ પ્રતિબંધિત વિસ્તારમાં અતિક્રમણ હટાવવા પરિપત્ર આપવામાં આવ્યો હતો જેનાં લીધે તત્કાલ જુના હક દાવા વાળા અગરીયા પરિવાર સિવાય ગેરકાયદેસર રીતે પાળાઓ બાંધતા ભુમાફિયાઓ ઉપર વનવિભાગ દ્વારા સખત કાર્યવાહી અમલી બની હતી.ગત અઠવાડિયા દરમિયાન જ હિટાચી સહીત 6 મોટા વાહનો ઉપર વનવિભાગે ગેરકાયદેસર પ્રવેશ અને અતિક્રમણને લગતિ ફરિયાદ કરી હતી.જો કે અગરીયા હિતેચ્છુઓ પપુભાઈ ઠાકોર, ભરતભાઈ રાઠોડ અને વર્ષોથી વિસ્તાર માટે ખડેપગે કાર્ય કરતા કાર્યકરો અભ્યારણમાં 500 વીઘા જેટલી જમીનમાં ભુમાફિયાઓએ અતિક્રમણ કર્યું હોવાનું જણાવે છે તયારે આ વિવાદનાં ભડકામાં રાજકીય આગેવાનો જોડાતા લાગેલી આગ ને ઓલવી શકશે કે પોતે પણ દાજશે એ જોવાનું રહ્યું.  એક બાજુ હાઇકોર્ટ અને સુપ્રીમ સુધી પહોંચેલી વાતથી રાજ્ય સરકારનાં જવાબદાર પ્રશાસનનો પરિપત્ર તો બીજી તરફ રાજકીય આગેવાનોની અતિક્રમણ બાબતે હૂંફ આપી સમગ્ર બાબતને પતાવવા વન મન્ત્રાલય સુધી દોડી જાવું એ મંજિલ નો આખરી સ્ટોપ  લેખાશે કે મહાદોડની શરૂઆત થાશે એ આવનારો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *