કડી
કડી તાલુકા અને શહેરમાં છેલ્લા બે મહિનામાં ૩૦થી પણ વધુ ચોરીને તસ્કરોએ અંજામ આપી દીધો છે. ત્યારે વધુ બે જગ્યાએ ચોરી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલી બંસીધર ઓઇલ મિલ તેમજ શ્રીહરી જીનિંગ ફેક્ટરીની અંદર ગત રાત્રે ચાર ચડ્ડીધારી ચોર પ્રવેશ્યા હતા અને ઓફિસનાં તાળાં તોડીને ઓફિસમાં રહેલી રોકડ રકમ લઈ ફરાર થઈ જતાં વેપારીએ કડી પોલીસને જાણ કરી હતી. કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલી બંસીધર ઓઇલ મિલ અને શ્રીહરિ જીનિંગ ફેક્ટરીમાં ગત રાત્રે ચડી ગેંગ ત્રાટકી હતી અને બંને ઓફિસોના દરવાજા તોડી પ્રવેશ કર્યો હતો. ઓફિસમાં રહેલી તિજાેરી તોડીને રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા. જ્યાં ઘટનાની જાણ વેપારી હસમુખ પટેલને થતાં તેઓએ કડી પોલીસને જાણ કરી હતી. જ્યાં ઘટના સ્થળે કડી પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ઘરી હતી. કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલા બંસીધર ઓઇલ મિલ અને શ્રીહરિ જીનિંગ ફેક્ટરીમાં ચાર ચડ્ડી બનિયાનધારી ગેંગના તસ્કરો દીવાલના લોખંડના તાર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તો બીજી ઘટનામાં ઓફિસનો દરવાજાે તોડીને પ્રવેશ કરી લોખંડની તિજાેરી તોડીને રોકડ રકમ ચોરી કરતા નજરે પડી રહ્યા છે. જ્યારે ઝ્રઝ્ર્ફમાં જાેતાં એક ઈસમના હાથમાં પથરો તેમજ બીજાના હાથમાં છરા જેવી વસ્તુ પણ નજરે પડી રહી છે. જ્યારે ચારે ચડીધારી ગેંગના તસ્કરોએ મોઢા ઉપર બુકાની પહેર્યું હોય તેવું પણ નજરે પડી રહ્યું છે.કડી તાલુકા અને શહેરની અંદર તસ્કરો માટે મોકળું મેદાન બની ગયું હોય તેવું જાેવા મળી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી સળંગ કડી પંથકમાં ચોરીઓના બનાવો બની રહ્યા છે અને તસ્કરો ચોરીનો અંજામ આપીને ફરાર થઈ જતા સમગ્ર વિસ્તાર લોકો હાલ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. ૫ ડિસેમ્બરથી આજ દિન સુધી ૩૦થી પણ વધુ ચોરીને અંજામ તસ્કરોએ આપ્યો છે. ત્યારે નાઈટ પેટ્રોલિંગના ફાંકા મારતી પોલીસનું નાક વાઢી તસ્કરો કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલા જીનિંગ ફેક્ટરી અને ઓઇલ મિલમાંથી રોકડ રકમ લઈ ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જીનમાં અને ઓઇલ મિલની અંદર લગાવેલા ઝ્રઝ્ર્ફમાં સમગ્ર ઘટના કેદ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


