Gujarat

ચલાલા પો.સ્ટે.ના ફેટલ અકસ્માતના ગુનામા ખોટી ફરીયાદ આપનાર ફરીયાદી વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરતી ચલાલા પોલીસ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી મકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી. વોરા સાહેબ તથા
સર્કલ પો.ઇન્સ.શ્રી કે.સી.રાઠવા સા.નાઓએ વાહન અકસ્માતના ગુન્હાની ઉંડાણ પૂર્વક અને જીણવટ ભરી રીતે તપાસ કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના મુજબ ચલાલા પો.સ્ટે.ના પો.સ.ઈ શ્રી કે.એલ.ગળચર તથા પોલીસ સ્ટાફે ચલાલા પોસ્ટે, એપાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૩૦૦૬૩/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭.૩૮૮,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુન્હો તા.૦૮/૦૩/ર૩ ના બપોરના આશરે એકાદ વાગ્યે ચલાલા અમરેલી રોડ ઉપર બનેલ આ કામના ફરીયાદી જનકભાઇ અનકભાઇ વાળા રહે કેરીયા (ચાડ) તા.જી.અમરેલી વાળાએ જે-તે વખતે અમરેલી સીવીલ હોસ્પિટલમા સારવાર દરમિયાન ફરીયાદમા એવી વિગત જણાવેલ કે પોતાના હવાલાની ઘટા અલ્ટ્રીઝ ફોરવ્હિલ રજી.નં. G1-14-AP.7452 મા પોતે તથા તેના મિત્રો ચિંતનભાઇ અશોકભાઇ ગજેરા તથા દિવ્યાગભાઇ કલ્પેશભાઇ ભગત તથા અક્ષયભાઇ ધનશ્યામભાઇ ભગત તથા દેવલભાઇ નરેશભાઇ પડસાલા તથા મૌહિરભાઈ ભાનુભાઇ પટેલ કેરીયા યાડ થી ચલાલા આવતા હતા ત્યારે રસ્તામાં માળીલા ગામ વટીને યલાલા તરફ આવત્તા સામેથી ટર્ક આવતા આ કામે ફોરવ્હિલ ચાલક અશોકભાઇએ ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ગાડી ઉપરનો કાબુ ગુમાવતા ગાડી પુલ પાસેના ખાંભામા ભટકાઇને પુલ નીચે પડી ગયેલ જેમા ચીંતનભાઇ અશોકભાઇ ગજેરા તથા દિવ્યાગભાઇ કલ્પેશભાઇ ભગતને ગંભીર ઇજા થતા મરણ ગયેલ અને બાકીના વાહનમાં બેસેલા સાહેદોને ગંભીર ઇજાઓ થયેલ જે કામની તપાસ દરમિયાન અકસ્માત સમયે વાહનમા બેસેલા સાહેદો તથા બીજા સાહેદોના નિવેદનો લઇ તપાસ કરતા અકસ્માત સમયે ફોર વ્હિલ વાહન અકસ્માતમાં મરણ જનાર ચીંતનભાઇ અશોકભાઇ ગજેરા નહિ પણ આ કામના ફરીયાદી જનકભાઇ અનકભાઇ ધાધલ રહે.કેરીયા (ચાડ) તા.જી.અમરેલી વાળા હંકારતા હોય તેવી વિગત ખુલતા આ કામે આરોપી જનકભાઇ અનકભાઇ વાળાને આજરોજ અટક કરી તેઓ વીરૂધ્ધ ખોટી ફરીયાદ આપવા બદલ ધોરણસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.
આરોપીની વિગત-
(૧) જનકભાઇ અનકભાઇ ધાધલ ઉંમર ૧૮ વર્ષ ૬ માસ ધંધો અભ્યાસ રહે.કેરીયા (ચાડ) તા.જી.અમરેલી
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230429-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *