બાળપણમાં વડીલો પાસેથી એવું સાંભળવા મળતું હતું કે માણસ ચાર પૈસા કમાવવા માટે મહેનત કરે છે, બેટા કંઇક કામ કરશો તો ચાર પૈસા ઘરમાં આવશે કે આજે અમારી પાસે ચાર પૈસા હોત તો કોઇ અમોને ગમે તેમ ના બોલતા..વગેરે
વ્યવહારમાં અમે એવું કેમ બોલીએ છીએ કે ચાર પૈસા..ચાર જ કેમ? ત્રણ કે પાંચ કેમ નહી? આવો તેનું રહસ્ય સમજીએ કે આ ચાર પૈસાનું શું કરવાનું છે?
પહેલા પૈસા ભોજન માટે,બીજા પૈસા પાછલું કરજ ઉતારવા,ત્રીજા પૈસા આગળના માટે કરજ લેવા અને ચોથો પૈસો કૂવામાં નાખવા માટે..હવે આ ચાર પૈસાનું રહસ્ય સમજીએ..
(૧) ભોજનઃએટલે કે પોતાના અને પોતાના પરીવાર,બાળ-બચ્ચાઓના ભરણ-પોષણ કરવા માટે
(ર) પાછલું કરજ ઉતારવું..આપણા માતા-પિતાએ અમારા પાલન-પોષણ કરવા માટે જે કંઇ કર્યું છે તેમનું કર્જ ઉતારવા માટે માતા-પિતાની સેવા માટે..
(૩) આગળના માટે કરજ લેવા..એટલે કે પોતાના સંતાનોને ભણાવી-ગણાવીને યોગ્ય બનાવવા કે જેથી અમારી વૃદ્ધાવસ્થામાં તે અમારૂં ધ્યાન રાખી શકે.
(૪) કૂવામાં નાખવા માટે..એટલે કે શુભ કાર્ય કરવા માટે દાન,સંત-સેવા,અસહાયોની સહાયતા કરવા માટે એટલે કે નિષ્કામ સેવા કરવા માટે કે જેનું ફળ અમોને જીવન બાદ પણ મળી શકે.આ કાર્યો માટે અમારે ચાર પૈસાની જરૂર પડે છે.


