નિસાર શેખ.મહુધા
પોષણ પખવાડિયા અંતર્ગત મહુધા તાલુકાના ચુણેલ ગામે મિલેટ આધારિત કિશોરી જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં ખેડા જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટ, સીડીપીઓ ભૂમિકાબેન મોદી,મુખ્ય સેવિકા,NNM BC,ગામના સરપંચ, આંગણવાડી કાર્યકર, તેડાગર અને લાભાર્થીઓ હાજર રહેલ હતા. જેમાં કિશોરીઓને પ્રોગ્રામ ઓફિસર દ્વારા સ્વ ઓળખ,પોષણ જાગૃતિ, સ્વચ્છતા, એનિમિયા, આઇસીડીએસની યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી. તેમજ સીડીપીઓ દ્વારા પણ THR ના ઉપયોગ તેમજ સ્વચ્છતા અને પોષણ સ્વાસ્થ્ય વિશે સમજ આપવામાં આવી. સીડીપીઓ દ્વારા કિશોરીઓની વજન અને ઊંચાઈ તથા પોષણ વિષયક ક્વિઝ સ્પર્ધા પણ કરવામાં આવી.તેમજ આ સ્પર્ધામાં વિજેતા કિશોરીઓને પ્રોગ્રામ ઓફિસરશ્રીના હસ્તે ઇનામ વિતરણ કરાવવામાં આવ્યું તેમજ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કરાવવામાં આવી તેમજ ઈશ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.


