(પુરાતત્વવિભાગ મીઠી નીંદરમાં મસ્ત હોય એમ ધ્રાંગધ્રા પંથકની ઐતિહાસિક ઇમારતો જર્જરિત)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા
ધ્રાંગધ્રા એની રાજાશાહી ઐતિહાસિકતા માટે જાણીતું અને આગવો ઇતિહાસ ધરાવતું શહેર છે. અહીંના દુર્લભ પથ્થરોથી સજાવેલી અનેક ઐતિહાસિક ઇમારતો પુરાતન રાજાશાહીની ઝાંખી કરાવી જાય છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામનો ઐતિહાસિક કિલ્લો કાળજી તેમજ જાળવણી વગર બદતર હાલ જોવા મળી રહ્યો છે. ધ્રાંગધ્રાનાં જ પથ્થરોથી મહામંહેનતે નિર્માણ પામેલો આ કિલ્લો જર્જરિત બનતા ઇતિહાસપ્રેમીઓ હતાશ બન્યા છે. ધ્રાંગધ્રા સ્ટેટ દ્વારા નિર્માણધીન આ કિલ્લો એની વિરાસત આબાદ રહે તેં માટે સંઘર્ષ કરતો ઉભો છે પણ કાળની થપેટો તેમજ પુરાતત્વવિભાગની નિષ્ક્રિયતાને લીધે કિલ્લાનાં પથ્થર એક પછી એક નીકળી રહયાનું જણાવી ઇતિહાશકારો કિલ્લાને બચાવવા યોગ્ય જાળવણીની ગુહાર લગાવી રહ્યા છે.


