Gujarat

ચેતના દિવ્ય મહોત્સવ માટે  જેતપુર આવેલી રથયાત્રાને પરબધામ સુધી જવા ધામધૂમથી કરાવાયું પ્રસ્થાન 

પેટા
આજે પરબધામ ખાતે ઉજવાશે ચેતના દિવ્ય મહોત્સવ  ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા
સુપ્રસિદ્ધ પરબધામ કે જયાં અઢારે વરણ એક પંગતે બેસી પ્રસાદ લ્યે છે. આ જગ્યાનું અનેરૂ ધાર્મિક મહત્ત્વ લોકોમાં છે. મુખ્ય મંદિરને ફરતે મુર્તીઓની પ્રતિષ્ઠા થશે જે અંર્તગત રાજસ્થાનમાં બનેલ ૬૪ ભૈરવજી, ૬૪ યોગીનીજી, સત સરભંગ રૂપી, સપ્ત રૂપી, દિગપાલજી મળી કુલ ૧૪૦ મૂર્તિઓ આજે  હનુમાન જયંતિના દિવસે આવી પહોંચી હતી.  આ તકે  પરબધામ ખાતે બે દિવસ ગુરુવાર અને આવતીકાલ શુક્રવારના રોજ દિવ્ય ચેતના મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જે અંર્તગત ઐતિહાસીક રથયાત્રા, આજે જેતપુર ખાતે આગમન પામી હતી.
જેતપુરના નવાગઢ ખાતે આવેલ પાદરીયા વાડીથી આજે સવારે રથયાત્રા પ્રારંભ થયો હતો.  આ પ્રસંગે પૂ. કરશનદાસબાપુ (પરબધામ) અને ,ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપસ્થિત રહી દિપ પ્રાગટ્ય કરી, આર્શીવચન પાઠવી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સંતો, મહંતો, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ સહીત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રથયાત્રામાં જોડાયા હતા,
રથયાત્રામાં ૧૦૦ જેટલા ટ્રેકટર રથ, ઘોડા, ડી.જે. સહીત એક કિલો મીટરથી પણ લાંબી રથયાત્રા શહેરના મુખ્ય તીનબતી ચોક, સરદાર ચોક, અમરનગર રોડ, ચાંપરાજપુર, બોરડી સમઢીયાળા, રણુજા (ગોલીડા) ખાતે થઈને આ રથયાત્રા પરબ ધામ પહોંચશે, સાથે જ રથયાત્રાનું શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધાર્મિક સામાજીક સંસ્થાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સ્વાગત કરાશે. બપોર બાદ શોભાયાત્રા ખારચીયા, ભેડા પીપળીયા, દેવકીગાલોલ, પરબવાવડી થઇ સાંજે પરબધામ ખાતે પહોંચી હતી અને  જયાં ૫૧ કળશધારી બાળાઓ રથયાત્રાનું સ્વાગત કર્યું હોવાના અહેવાલો મળે છે. આવતીકાલે શુક્રવારના રોજ રથયાત્રા પરબ ધામ ખાતે પહોંચશે અને ત્યાં દિવ્ય ચેતણા મહોત્સવ ઉજવાશે.

IMG_20230406_132214.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *