છોટાઉદેપુર નગરના ફતેપુરા વિસ્તારમાં આવેલ સનરાઈઝ સ્કૂલ ખાતે ફન ફેર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લા કલેકટરની વિશેષ ઉપસ્થિતિમાં શાળાના સંચાલકો, બાળકો, શિક્ષકો, તથા વાલીઓએ ફનફેર કાર્યક્રમ નો આનંદ માણ્યો હતો. યોજાયેલ ફનફેરમાં વિવિધ રમતો, શો, ડાન્સ જેવા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શાળામાં નવી બનાવેલી બાલ વાટીકાનું ઉદ્ઘાટન પણ કલેકટર દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગર માં આવેલ સન રાઇઝ શાળા ખાતે વન્ડર વર્લ્ડ કાર્નિવલ ફન ફેર નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નો શુભારંભ જીલ્લા કલેકટર સ્તુતિ ચારણ ના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યો હતો. શાળા ના કમ્પાઉન્ડ માં વિદ્યાર્થી ઓ દ્વારા વિવિઘ નાસ્તા ના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જ્યારે જાદુગર, કઠપૂતળી, ટોય હાઉસ, ભૂત બંગલા નું બાળકો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શાળા ના વિદ્યાર્થી અને નગરજનો એ હોર્સ રાઇડિંગ, કાર રાઇડિંગ જમ્પિંગ સાથે વિવિઘ ગેમો નો ભરપુર આનંદ માણ્યો હતો. જિલ્લા કલેકટર ની ઉપસ્થિતી માં પુલવામા એટેક માં શહીદ થયેલા વિર જવાનો ને બે મિનિટ નું મૌન પાળી શ્રદ્ધાંજલી આપવામા આવી હતી. શાળા ના બાળકો તેમજ મોટી સંખ્યામાં નગર જનો એ ઉપસ્થિત રહી આનંદ મેળાનો આનંદ માણ્યો હતો.યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, શિક્ષણ અધિકારી, નગરપાલિકાનસભ્યો તથા નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


